રાજકોટઃ શહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ઈસમો પર પોલીસ વોચ રાખી રહી છે. ત્યારે શહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે.
ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ઈસમની રાજકોટ પોલીસે કરી ધરપકડ - University Road
IPL T20 મેચ હાલ શરૂ છે. જેને લઈને રાજકોટમાં પોલીસ પણ એલર્ટ થઈ છે અને આ T20 મેચ દરમિયાન સટ્ટો રમતા ઈસમો પર વોચ રાખી રહી છે. ત્યારે શહેરના બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમા હતી, તે દરમિયાન એક ઈસમ મોબાઈલ મારફતે સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
રાજકોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો પર રમી રહેલા ઇસમની પોલીસે ધરપકડ કરી
શહેરના બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમા હતી, તે દરમિયાન એક ઈસમ મોબાઈલ મારફતે IPL T20ના દિલ્હી કેપિટલ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમતી ક્રિકેટ મેચ પર રનફેર પૈસાની હારજીતનો ક્રિકેટ મેચ પર સોદા કરી હારજીતનો સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા ઇસમનું નામ દિલીપ દેવજીભાઈ મકાતી છે, તેમજ તે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામ સોસાયટીની શેરી નંબર 4માં રહે છે. હાલ પોલીસે ઇસમની વધુ પૂછપરછ હાથધરી છે.