રાજકોટ: રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલના (MLA Govind Patel accused police commissioner) પોલીસ કમિશ્નર દ્વારા પૈસા લેવાયા હોવાના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે મહેશ સખીયા મીડિયા સમક્ષ આવ્યા હતાં, જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર દ્વારા પીઆઇ મારફતે પૈસાની માંગણી (Demand for money through PI by Commissioner) કરવામાં આવી હતી.
ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ
મહેશ સખીયા અને તેમના મોટાભાઈ મીડિયા સમક્ષ આવ્યા
સમગ્ર મામલે રાજકોટના મહેશ સખીયા અને તેમના મોટાભાઈ મીડિયા સમક્ષ આવ્યા હતા, તેમજ તેમને આ મામલે જણાવ્યું હતું કે, રૂ.12 કરોડ ચેકથી આપ્યા હતા અને આ લાંચ મામલે છેતરપીંડી થઈ હતી, જ્યારે આ બાબતે મારા નાના ભાઈ દ્વારા ઘરમાં કોઈને કહેવામાં આવ્યું નહોતું, ત્યારબાદ તેમને અમને કહેતા અમને પણ લાગ્યું હતું કે આ છેતરપીંડી થઈ છે. તેમજ છેલ્લા અઢી વર્ષથી અમારા પૈસા ધીમેધીમે કરીને ડૂબી ગયા હતા તે અંગે અમે રાજકોટ પોલીસ કમિશ્નરને મળ્યા હતા.
પૈસા રિકવરી માટે 30 ટકા રકમ અપવી પડશે
જગજીવન સખીયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, હું અને મારા મિત્ર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળ્યા હતા, ત્યારબાદ સીપી સાહેબ દ્વારા આ મામલે વી.કે ગઢવીને મળવાનું કહેતા વી.કે ગઢવી અમને અલગ રૂમમાં લઈ ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે, જે પણ પૈસા રિકવર થાય તેના 30 ટકા સહબેને આપવા પડશે, ત્યારે મેં 30 ટકા રૂપિયા આપવાની ના પાડી હતી કારણ કે, આ અમારા ગુન્હાહિત પ્રવૃત્તિના પૈસા નહોતા. આ મામલે તપાસ કરવાનું 15 ટકા રૂપિયામાં નક્કી થઈ હતું અને પોલીસે સામેવાળા શખ્સો પાસેથી પણ પૈસા લીધા છે.
આ પણ વાંચો:રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP
PSI સાખરાને આપ્યા હતા રૂ.75 લાખ
પૈસા આપવા મામલે મહેશ સખીયાના મોટાભાઈ જગજીવને જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસના પીએસઆઈ સખીયાને એ ડિવિઝન પોલીસ મથક પાસે પહેલા રૂ.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ રૂ.25 લાખ એમ કુલ રૂ.75 લાખ રૂપિયા અમારા દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે પોલીસે અમને આ મામલે કોઇ કાર્યવાહી કરી આપી નહોતી. આ કેસમાં 3 આરોપીઓ હતા. અમે રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને સી.આર પાટીલને મળ્યા ત્યારબાદ પોલીસે આ કેસમાં ફરીયાદ નોંધી હતી, ત્યાં સુધી માત્ર અરજી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ કમિશ્નર વિરુદ્ધ જ પૈસા લેવાનો આક્ષેપ થતા હાલ હાહાકાર મચી જવા પામ્યો છે.