- રાજકોટમાં કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ
- હાલમાં 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને અપાઈ રહી છે વેક્સિન
- રાજકોટના વેક્સિનેશન સેન્ટર્સ પર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે લોકો
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વેક્સિનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ પહેલા 60 વર્ષથી ઉપરના અને બીમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી. ત્યારબાદ 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. ત્યારે રાજકોટના લીમડા ચોક નજીક આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે આવેલા લોકોની લાંબી કતાર જોવા મળી હતી.
રાજકોટમાં 45 વર્ષથી ઉપરના લોકોની કોરોના વેક્સિન લેવા માટે કતાર જોવા મળી ગુરૂવારે જ શહેરમાં 6664 લોકોએ લીધી વેક્સિન
રાજકોટમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્ર પર મોટા પ્રમાણમાં કોરોનાની વેક્સિન 45 વર્ષથી વધુની વયના લોકોને આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ગુરૂવારે 6664 નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આમ, દરરોજે આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે શહેરીજનો પણ આ કોરીના વેક્સિનનો લાભ કઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં 18 વર્ષથી ઉપરની વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. જેના માટેનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.