- રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર મંડપ પડ્યો
- 108 સહિત અનેક વાહનો ફસાયા
- મંડપ તૂટી પડતાં થોડા સમય માટે અહીં ભાગદોડ જોવા મળી
રાજકોટઃશહેરમાં 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે રવિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ભારે પવન સાથે વરસાદ આવતા ધૂળની ડમરીઓ રસ્તા ઉપર જોવા મળી હતી. તેવા સમયે, રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા વાહનોની લાંબી કતારો પર અચાનક ભારે પવનના કારણે મંડપ પડ્યો હતો. જેમાં 108 એમ્બ્યુલસ સહિત અનેક વાહનો ફસાયા હતા. આ વાહનોની અંદર દર્દીઓ પણ બેઠા હતા. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ હજુ સુધી બહાર બહાર આવી નથી.
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ પર આવેલો મંડપ થયો ધરાશાયી, 108 સહિતના વાહનો ફસાયારાજકોટમાં કોવિડ હોસ્પિટલ પર આવેલો મંડપ થયો ધરાશાયી, 108 સહિતના વાહનો ફસાયા આ પણ વાંચો:રાજકોટમાં હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ
દર્દીઓ સાથે 108 સહિતના વાહનો મંડપ નીચે દબાયા
રાજકોટમાં સાંજના સમયે અચાનક ભારે પવન આવતા વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇને કોવિડ હોસ્પિટલ બહાર લગાવવામાં આવેલો મંડપ અચાનક તુટી પડયો હતો. ત્યારે, હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે લાઈનમાં ઉભેલા દર્દીઓ સાથેના એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનો મંડપ નીચે દબાયા હતા. જોકે, અહીં આસપાસ રહેલા લોકોએ તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ વાહનોને મંડપ નીચેથી સમયસર બહાર કઢાવ્યા હતા. જેને લઈને કોઈ મોટી જાનહાનિ કોવિડ હોસ્પિટલ બહાર સામે આવી નહોતી. પરંતુ, મંડપ તૂટી પડતાં થોડા સમય માટે અહીં ભાગદોડ જોવા મળી હતી.
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ પર આવેલો મંડપ થયો ધરાશાયી, 108 સહિતના વાહનો ફસાયા આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, દાખલ કરાયેલા વૃદ્ધા થયા ગુમ