- રૂપાણી જૂથ સામે સાંસદ રામ મોકરિયા નારાજ
- આમંત્રણ પત્રિકા અને બેનર્સના નામને લઈને રાજકોટ ભાજપમાં ડખો
- આંતરિખ વિખવાદની અસર આગામી ચૂંટણીમાં દેખાશે
રાજકોટઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ BJP state president C.R. Patil) આજે રાજકોટ (rajkot)ની મુલાકાતે છે. પાટીલ રાજકોટની મુલાકાતે આવે તે અગાઉ જ રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ (BJP's internal dispute) ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રૂપાણી જૂથ સામે સાંસદ રામ મોકરિયા (rambhai mokariya) અચાનક ઉકળી ઉઠ્યા હતા. આ બધાની વચ્ચે આમંત્રણ પત્રિકામાં પણ નામોનો વિવાદ વકર્યો હતો. ત્યારબાદ આજે સી.આર. પાટીલ (c r patil) આવતા અગાઉના વિવાદો ચર્ચાસ્પદ બને તેવી પણ શક્યતાઓ હતી.
ભાજપમાં જૂથવાદ ન હોવાનો પાટીલનો દાવો
આ સમગ્ર મામલે પાટીલે નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં કોઈપણ જૂથવાદ (groupism in bjp) નથી અને કમલેશ મીરાણી (kamlesh mirani)ના નેતૃત્વમાં રાજકોટ ભાજપ સારી રીતે કામ કરી રહ્યું છે. મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ રૂપાણી (vijay rupani) રાજકોટમાં સમયાંતરે આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અઠવાડિયા અગાઉ પણ શહેર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ રૂપાણીની હાજરીમાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ (mla govind patel)ને જાહેરમાં આક્રમક સ્વરૂપમાં કંઈક કહેતા નજરે પડ્યા હતા.
આમંત્રણ પત્રિકામાં નામને લઇને વાંધો પડ્યો?
આ વાત ચાલું હતી અને સાંસદ રામ મોકરિયા પણ રૂપાણી પાસે પહોંચ્યા હતા અને તેઓ કંઈ કહે તે પહેલાં જ રૂપાણીએ તેમને જગ્યા પર બેસી જવા માટે કહ્યું હતુ. આમ મોકરિયા રૂપાણી જૂથ સામે ખુલીને બહાર આવ્યાનું સામે આવ્યું હતું. જ્યારે રૂપાણી ગોવિંદ પટેલને આમંત્રણ પત્રિકામાં નામને લઈને કંઈક કહેતા જોવા મળ્યા હતા. જ્યારે પાટીલે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નિવેદન આપ્યું કે, રાજકોટ ભાજપમાં કોઈપણ પ્રકારનો જૂથવાદ નથી. જ્યારે આમંત્રણ પત્રિકા અને બેનર્સના નામને લઈને પાટીલે કહ્યું કે, જ્યારે હું એરપોર્ટથી આવતો હતો તે દરમિયાન મેં તમામ નાના-મોટા કાર્યકર્તાઓ અને નેતાઓના નામ મારા સ્વાગત માટે જોયા છે. આવો કોઈપણ વિવાદ નથી.
રૂપાણીને સ્ટાર પ્રચારક ગણાવ્યા
રૂપાણી અંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પૂર્વ CM વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને આગામી ચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક રહેશે. જો કે સી.આર. પાટીલ આજે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજર હતા, ત્યારે રૂપાણી એકપણ કાર્યક્રમમાં જોવા મળ્યા નહોતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તાજેતરમાં જ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપતા નજરે પડી રહ્યા છે. રૂપાણી સરકારના રાજીનામા બાદ મોકરિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ બહાર આવતા ત્યાં દોડી ગયા હતા. આ મામલે પ્રદેશને પણ રજૂઆત કરી છે. આ સાથે જ તેમને શહેર ભાજપ કાર્યાલયમાં પણ ઓફિસ ફળવામાં આવી છે.