ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કૉવિડ હૉસ્પિટલમાં સારવાર સાથે મનગમતી પ્રવૃત્તિઓ કરે છે દર્દીઓ... - રાજકોટના સમાચાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સવારે ચા-પાણી, નાસ્તો પતાવી હાથમાં વિવિધ પુસ્તકો, કેરમ બોર્ડ, ડ્રોઈંગ શીટ અને કલર લઈ પોતપોતાનામાં મસ્ત બની જતા દર્દીઓ જયારે પ્રવૃતિમય બની જાય છે. ત્યારે એ ભૂલી જાય છે કે તેઓ કોરોનાના દર્દીઓ છે તેમ ડૉ.મોનાલી માકડીયા જણાવે છે.

covid
રાજકોટ કોવીડ હોસ્પિટલ

By

Published : Sep 23, 2020, 10:32 PM IST

રાજકોટઃ શહેરમાં કૉવિડ-19 હૉસ્પિટલ ખાતે દર્દીઓના વિચારો હકારાત્મક બને તે માટે તેમને પ્રવૃતિમય રાખી તેમનો સમય પસાર કરવાના નવતર અભિગમના પ્રણેતા ડૉ.મોનાલી જણાવે છે કે, જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો છે. સતત ઓક્સિજન પર રાખવામાં આવતા નથી અને હલન-ચલન કરી શકે છે, તેવા દર્દીઓ દિવસભર માત્ર આરામ જ ન કરે અને શોખ મુજબ પ્રવૃત્તિ દ્વારા સારી રીતે સમય પસાર કરી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ મેનેજમેન્ટ દ્વારા શરૂ કરાયો છે.

દર્દીઓને રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ, ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ, કલર્સ, ધાર્મિક અને માહિતીસભર ચોપડીઓ અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે હોલમા એક ટીવી લગાડી તેમાં વિશ્વના પ્રેરણાદાયી વિડીયો કલીપ દેખાડવાની વ્યવસ્થા ઉભી કરી છે. પાંચ દિવસ બાદ દર્દીઓ પ્રવૃતિમય બનતા અહીંનું વાતાવરણ હૉસ્પિટલ નહીં પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એક્ટિવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનું ડૉ. મોનાલી જણાવે છે.

આ પ્રવૃત્તિ થકી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે તેના જવાબમાં ડૉ. મોનાલી જણાવે છે કે, પહેલા દર્દીઓ સતત સ્ટાફને પી.પી.ઈ કીટમાં જોઈ ખૂબ ગભરાઈ જતા. આખો દિવસ સતત અમને કંઈ થઈ જશે તેવા નકારાત્મક વિચારો કરતા પરંતુ જ્યારથી તેમને પ્રવૃત્તિમય કર્યા છે, ત્યારથી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો, કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વીડિયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સાથે તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો છે.

કેટલાક દર્દીઓ વાંચી શકતા ન હોય તેમને અટેન્ડન્ટ કે સ્ટાફના અન્ય સભ્યો સમય અનુસાર બુક્સ વાંચી સંભળાવે છે. હાલ અલગ-અલગ વોર્ડમાં 45 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે. માહિતી વિભાગ દવારા પ્રકાશિત મેગેઝીન તેમજ અન્ય માર્ગદર્શક પુસ્તકો પણ દર્દીઓ વાંચી રહ્યા છે. કેટલાક દર્દીઓ દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ પ્રવૃત્તિ શરૂ થતા દર્દીઓ તેમનો શોખ પૂરો કરે છે. આ મલ્ટીપલ એક્ટિવિટીમાં હાલ તેમની સાથે ડૉ. ડેનિલ તેમજ વોર્ડના ફ્લોર મેનેજર સહયોગ આપી રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિ અન્ય કૉવિડ હૉસ્પિટલ્સ અને કેર સેન્ટર પર અમલી બનાવાશે, તેમ ડૉ. મોનાલી જણાવે છે.

મનોચિકિત્સક વિભાગના અધીક પ્રાધ્યાપક અને કોવિડ સાથે સંકળાયેલ ડૉ. મુકેશ પટેલ જણાવે છે કે, પોઝિટિવ વિચારો અને વાતાવરણ વ્યક્તિના સ્વાસ્થ્યમાં ખુબ જ મહત્વનો રોલ ભજવે છે. માનસિક રીતે મજબૂત દર્દી ઝડપથી સાજા થઈ શકે છે. તેમને મનગમતી પ્રવૃત્તિ દવારા સતત વ્યસ્ત રાખવાની હીલિંગ થેરાપી અમલી બનાવી નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details