- મૂળ મધ્યપ્રદેશની બે યુવતીઓ ટ્રેનની પાયલોટ
- લોકો મહિલા પાઈલોટ જોઈને થાય છે ખુશ
- દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી
રાજકોટ:- 21મી સદીમાં મહિલાઓ મોટા ભાગે દરેક ક્ષેત્રમાં જોવા મળતી હોય છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં બે મહિલાઓ દ્વારા ટ્રેન ચલાવામાં આવી રહી છે. આપણને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે. ત્યારે તેઓ હવે રેલવેમાં લોકો પાયલોટ એટલે કે ટ્રેન ચલાવવામાં પણ માહિર બની છે. આ બે મહિલાઓ રાજકોટથી વિવિધ શહેરમાં પેસેન્જર અને માલ ગાડીઓ લઈને જાય છે. જ્યારે મહિલા ટ્રેન ચલાવે છે ત્યારે પેસેન્જરો પણ આશ્ર્ચર્ય ચકિત થઈ જાય છે કે તેઓ જે ટ્રેનમાં સવાર છે તે ટ્રેન મહિલા દ્વારા ચલાવામાં આવી રહી છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં ભાવના ગોમે અને સરિતા ખુશવાહ નામની બે મહિલાઓ આજે સમગ્ર ડિવિઝનનું ગૌરવ બની છે.
ભાવના ગોમેના ભારતીય રેલવેમાં 5 વર્ષ પૂર્ણ થયા
મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનની ભાવના ગોમે ભારતીય રેલવેમાં ફરજના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તેમજ તેઓએ પાંચ વર્ષ નોકરી દરમિયાન અનેક મુશ્કેલીઓ સમનો પણ કર્યો છે. જ્યારે તેઓએ ETV Bharatછ સાથે વાત કરતા જણાવ્યું કે ,તેમને જીવનમાં બીજા કરતા કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું અને જ્યારે રેલવેમાં લોકો પાયલોટની ભરતી આવી ત્યારે તેઓએ તેમાં ફોર્મ ભર્યું અને તેમની પસંદગી થઈ હતી. જ્યારે તેઓ ભારતીય રેલવે સાથે જોડાયા તે દરમિયાન તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અને હાલ તેઓ રાજકોટ રેલવે ડિવિઝન પણ કાર્યરત છે. તેઓ રાજકોટથી વિવિધ શહેરમાં પેસેન્જર ટ્રેનને ચલાવીને લઈ જાય છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
પ્રથમ મહિલા લોકો પાયલોટનું ઇન્ટરવ્યૂ સાંભળ્યુ હતું
સરિતા ખુશવાહ નામની લોકો પાયલોટે ઈટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "હું મૂળ મધ્યપ્રદેશની છું. અમારા ઘર પાસે ટ્રેન આવતી નથી પરંતુ હું જ્યારે નાની હતી ત્યારે મે રેડિયો પર દેશની પ્રથમ મહિલા રેલ પાયલોટનું ઇન્ટરવ્યુ સાંભળ્યું હતું અને ત્યારથી જ નક્કી કર્યું હતું કે હું પણ લોકો પાયલોટ બનીશ અને હું આજે તે છું. મારે ભારતીય રેલવેમાં ફરજના 10 વર્ષ થયાં છે. જયારે હાલમાં હું માલગાડી ચલાવું છું. જ્યારે મને પેસેન્જર ટ્રેન ચલાવવાનો પણ અનુભવ છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રે જોવા મળી રહી છે. ત્યારે કોઈ પણ મહિલાઓએ ડરવાની જરૂર રહેતી નથી તેમને જે ક્ષેત્રે આગળ વધતું હોય બસ તેઓ તેમાં ખૂબ જ મહેનત કરે એટલે તેમણે સફળતા મળશે".