ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ત્યારે આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિએ શું પ્રતિક્રિયા આપી (Alpesh Kathiriya on Naresh Patel) આવો જાણીએ.

નરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...
નરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...

By

Published : Jun 16, 2022, 3:29 PM IST

સુરતઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં ન આવવાનો નિર્ણય જાહેર (Naresh Patel declared his decision) કર્યો છે. ત્યારે આખરે 6 મહિના પછી આ સમગ્ર અટકળોનો અંત આવ્યો છે. નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel)સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં નહીં જોડાય. ત્યારે આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિએ આવકાર્યો છે.

નરેશ પટેલના નિર્ણયને PAASએ આવકાર્યો

આ પણ વાંચો-...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા

નરેશ પટેલના નિર્ણયને PAASએ આવકાર્યો - પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથિરિયાએ (Convener of Patidar Anamat Andolan Samiti Alpesh Kathiria ) નરેશ પટેલના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, નરેશ પટેલ રાજનીતિથી દૂર રહીને સમાજના શિક્ષણ, આરોગ્ય, ખેતીને લઈને કાર્યોને લઈ આગળ વધશે. સાથે ખોડલધામ પ્રકલ્પને લઈને આગળ વધારશે. એટલું જ નહીં પોલિટિકલ ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના થશે. તેમાં દરેક સમાજના આવા યુવાનો માટે કે, જેઓ રાજકારણમાં આવવા માગે છે. તેઓ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ આવશે અને સમાજ માટે સારું કામ કરી શકશે. નરેશ પટેલનો (Khodaldham Trust Chairman Naresh Patel) આ નિર્ણય આવકારદાયક છે.

આ પણ વાંચોઃPatidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો

સરકારે નક્કી કરવાનું હશે કે માંગણી પૂર્ણ કરશે કે નહીં -સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજની માગણીઓ ખૂબ જ સ્પષ્ટ છે. સરકાર સામે બે માગો છે, જેમાંથી એક આ આંદોલન સમયે જે યુવાનો ઉપર કેસ થયા હતા. તે પરત ખેંચવામાં આવે અને બીજું કે, આંદોલન સમયે મૃત્યુ પામ્યા હોય તેવા યુવાનોના પરિવારના કોઈ સભ્યને નોકરી આપવામાં આવે. કાકોડ ખાતે જે બેઠક હતી. તેમાં સમાજના જે પ્રકલ્પો છે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ નરેશ પટેલના નિર્ણય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પાટીદારોની જે માગણીઓ છે. તે સ્પષ્ટ છે. હવે સરકારે નક્કી કરવાનું હશે કે માંગણી પૂર્ણ (Various demands of the Patidars) કરશે કે નહીં.

નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે નિર્ણય કર્યો જાહેર - ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel) પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. તેમણે આ નિર્ણય વડીલોની સલાહને ધ્યાનમાં રાખીને કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details