રાજકોટ: આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે દેશની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તહેવાર દરમિયાન આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના ચાર રસ્તાઓ, મોલ્સ, થિયેટર, જ્વેલર્સ બજાર, કોમર્શિયલ સેન્ટર અને હોટેલના પ્રવેશ દ્વાર પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે જ આ સ્થળે આવતા તમામ વાહનોના નંબર અને વ્યક્તિઓના ચહેરા CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાય તે રીતે કેમેરા લગાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં લગાવવામાં આવેલા 900થી વધુ CCTV કેમેરામાંથી 40 કેમેરા બંધ
આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે દેશની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તહેવાર દરમિયાન આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ મામલે રાજકોટ શહેરમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે ETV BHARAT દ્વારા રિયાલિટી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે. પરંતુ આતંકી ખતરાને લઈને રાજકોટ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પ્રકારનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. શહેરની આંતરિક સુરક્ષાની વાત કરવામાં આવે તો, રાજકોટમાં વર્ષ 2017માં આઇ-વે પ્રોજેકટ હેઠળ અતિ આધુનિક CCTV કેમેરા લગાડવામાં આવ્યા હતા. જે શહેરના એન્ટ્રી ગેટ, મુખ્ય રોડ અને ચાર રસ્તા મળીને કુલ 221 લોકેશન પર લગાવવામાં આવ્યા હતા. શહેરમાં વિવિધ પ્રકારના 963 જેટલા CCTV કેમેરાનું રોજ મોનિટરીંગ કરવામાં આવે છે. હાલની વાત કરવામાં આવે તો, રાજકોટમાં 900થી વધુ કેમેરા ચાલુ છે. જ્યારે 40 જેટલા કેમેરા બંધ હાલતમાં છે.