રાજકોટઃ અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં સામે બનેલી આગની ઘટના બાદ રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્વારા તમામ કોવિડ હોસ્પિટલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 14માંથી માત્ર 5 હોસ્પિટલ પાસે જ NOC હોવાનું મનપા તપાસમાં બહાર આવ્યું હતું. જયારે હજુ 10 જેટલી હોસ્પિટલ દ્વારા NOC માટે અરજી કરવામાં આવી છે. જો કે અમદાવાદ જેવી ઘટના રાજકોટમાં બને તો જવાબદાર કોણ એવા અનેક સવાલો હાલ તંત્ર સમક્ષ ઉભા થઇ રહ્યાં છે.
રાજકોટમાં 14માંથી ફક્ત 5 કોવિડ હોસ્પિટલ પાસે NOC - આરએમસી
ઘોડો નાસી ગયાં બાદ તબેલાંને તાળું દેવું...આવી એક કહેવત હાલના સંજોગોમાં સાંભરી આવે તેમ છે. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ, જેને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી તેમાં આગ લાગવાથી 8 દર્દીના કમકમાટીભર્યાં મોત થયાં છે. ત્યારે અન્ય શહેરોના સત્તાવાળાઓ રાતોરાત ફાયરની એનઓસી સહિતની સુવિધાઓ ચકાસવા લાગી ગયાં છે. રાજકોટની વાત કરીએ તો આ શહેરમાં 14 કોવિડ હોસ્પિટલમાંથી ફક્ત પાંચ હોસ્પિટલ પાસે એનઓસી હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટમાં 14માંથી ફક્ત 5 કોવિડ હોસ્પિટલ પાસે NOC
રાજકોટ મનપાના ફાયરવિભાગ દ્વારા અમદાવાદની ઘટના બાદ રાજકોટમાં પણ અલગ અલગ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો મામલે તપાસ શરૂ કરી છે. તેમ જ રાજકોટ જિલ્લા કલેકટરે પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.