ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2021, 3:01 PM IST

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Offline Exam આજથી શરૂ, 50 કિલોમીટરથી દૂર સેન્ટર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)એ આજથી ઓફલાઈન પરીક્ષા (Offline Exam) શરૂ કરી છે. અંદાજિત 30,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જોકે, વિદ્યાર્થીઓને 50 કિલોમીટરથી પણ દૂરનું સેન્ટર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ (Resentment among students) જોવા મળ્યો છે. તો વિવિધ વિદ્યાશાખાના 41 જેટલા અભ્યાસક્રમોની પરીક્ષા આજથી શરૂ થઈ છે. તો સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાંથી 128 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી છે. જ્યારે આ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચેકિંગ સ્ક્વોડની (Checking Squad) પણ રચના કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા (Offline Exam) યોજાતા વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Offline Exam આજથી શરૂ, 50 કિલોમીટરથી દૂર સેન્ટર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Offline Exam આજથી શરૂ, 50 કિલોમીટરથી દૂર સેન્ટર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)એ આજથી ઓફલાઈન પરીક્ષા (Offline Exam) શરૂ કરી
  • 30,000 જેટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા (Exam)
  • વિવિધ વિદ્યાશાખાના 41 અભ્યાસક્રમોની પરીક્ષા શરૂ
  • વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્રો 50 કિલોમીટરથી દૂર ફળવાતા રોષ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં આજથી ઓફલાઈન પરીક્ષા (Offline Exam) શરૂ થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણી આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. રાજકોટના કોટેચા ચોક નજીક આવેલા વીરબાઈ મહિલા કોલેજ (Virbai Women's College)માં રાખવામાં આવેલા કેન્દ્ર ખાતે યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ આવ્યા હતા. તેમ જ અહીં પરીક્ષાર્થીઓને પુષ્પ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે આજે પરીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, વિદ્યાર્થીઓને 50 કિલોમીટરથી દૂર કેન્દ્ર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃOffline Education: Vadodara Nagar Education Committeeએ ગરીબ બાળકોને ઘરે જઈને ભણાવવાનો અભિગમ અપનાવ્યો

કોરોનાના નિયમો સાથે યોજાઈ પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) કોરોનાના નિયમોના પાલન સાથે પરીક્ષાનું આયોજન કર્યું છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે ત્યારે તેમનું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમને સેનિટાઈઝર હાથમાં લગાડવામાં આવી રહ્યું છે. જ્યારે ફરજિયાત માસ્ક અને પરીક્ષા કેન્દ્રની અંદર એક બેન્ચમાં એક જ વિદ્યાર્થી એમ સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં પેપર સબમિટ માટે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતા વિવાદ

100 કિમી દૂર દૂરથી પરિક્ષાર્થીઓ આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)એ શરૂ કરેલી ઓફલાઈન પરીક્ષા (Offline Exam) માટે વિદ્યાર્થીઓને 50 કિલોમીટરથી પણ દૂર 100 કિલોમીટર સુધી કેન્દ્ર ફળવાતા વિદ્યાર્થીઓને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. આ પરીક્ષામાં ભાગ લેવા 30,000થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં સુરેન્દ્રનગર, ઉના, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના પરીક્ષાર્થીઓ રાજકોટ સહિત અલગ અલગ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જેને લઈને પરીક્ષાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. 100-100 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. તો આ અંગે સુરેન્દ્રનગર ખાતેથી પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, દૂર દૂર પરીક્ષા કેન્દ્ર આવવાના કારણે અહીં અવવામાં તકલીફો સર્જાઈ રહી છે.

6 વિદ્યાર્થીઓ માટે જિલ્લામાં કેમ કેન્દ્ર આપવુંઃ કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા 100-100 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા દૂરદૂરથી વિદ્યાર્થીઓને હાલ રાજકોટ ખાતે પરીક્ષા આપવા માટે આવી આવવું પડે છે. જ્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ અભ્યાસક્રમોની પરીક્ષા યોજાઈ રહી છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ રિપીટર છે. તેમ જ એક જિલ્લામાં માત્ર સજ્જ વિદ્યાર્થીઓ હોય તો તેમના માટે કેવી રીતના પરીક્ષા કેન્દ્ર ત્યાં ફાળવવું જેને લઇને આ તમામ વિદ્યાર્થીઓ શાંતિમય રીતે શાંતિ તે માટે રાજકોટ ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details