- આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસે શહેરભરના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન
- નર્સિંગ સ્ટાફને તાત્કાલિક ન્યાય નહી મળે તો સ્ટાફ હળતાલ પર ઉતરશે
- નર્સની ખાલી પડેલી 4000 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવેની માંગ
રાજકોટ: સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે, આજે બુધવાર રાજકોટમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસે શહેરભરના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધીને પોતાની માંગણીઓને લઈને વિરોધ કર્યો હતો. નર્સિગ સ્ટાફ દ્વારા જણાવ્યું હતું કે, આ આંદોલનમાં જો અમને તાત્કાલિક ન્યાય નહી મળે અને તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ હળતાલ પર ઉતરશે અને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સીગ સ્ટાફ તેમાં જોડાઈને સામુહિક વિરોધ દાખવવામાં આવશે.
રાજકોટમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે કર્યો વિરોધ આ પણ વાંચો:જામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તારીખ 12થી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને 35000 માસિક પગાર ચૂકવાઈ
રાજકોટ સિવલ હોસ્પિટલની નર્સિસની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે 4200 રૂપિયા અને ખાસ ભથ્થાઓ 9600 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવવા જોઈએ. આ સાથે જ, આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને 35000 રૂપિયા માસિક પગાર આપવો જોઈએ. નર્સિંગ સ્ટુડન્ટ્સને ડીપ્લોમા દરમિયાન 15000 રૂપિયા પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન 18000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા જોઈએ. નર્સની ખાલી પડેલી લગભગ 4000 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરવામાં આવે.
રાજકોટમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે કર્યો વિરોધ આ પણ વાંચો:ઈન્ટરનેશનલ નર્સિસ ડે: સુરતમાં 5,000 નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના આપી રહ્યાં છે સેવા-સુશ્રુષા
કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી વિરોધ
નર્સિસને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાઈ અથવા જમા કરવાનો હુકમ કરવામાં આવે. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સિંસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવવામાં આવે. જો આમારી માંગણીઓ નહીં સંતોષાય તો 1 દિવસની પ્રતિક હડતાલ નર્સિંસ દ્વારા આજ બુધવારથી 17મી મે સુધી હાથમાં કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
રાજકોટમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે કર્યો વિરોધ