ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા - NSUI raids on playhouses and classis

રાજ્યમાં કોરોના વાઈરસની બીજી લહેરને લઈ હાલ શાળા-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે. તેમજ ક્લાસિસ પણ બંધ છે. તેમ છતાં કેટલાક ક્લાસિસ સંચાલકો સરકારના નિયમોને નેવે મુકીને ક્લાસિસ શરૂ કર્યા છે. ત્યારે રાજકોટમાં પ્લે હાઉસ અને ધોરણ 12 સાયન્સના ક્લાસીસ પર NSUI દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પ્લે હાઉસમાં 15થી 20 નાના બાળકો જોવા મળ્યા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સના ક્લાસમાં પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બેઠા જોવા મળ્યા હતા.

રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા
રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા

By

Published : Jun 29, 2021, 10:02 PM IST

  • રાજ્યમાં સ્કૂલ કોલેજો અને ક્લાસિસ બંધનો નિર્ણય હોવા છતા કેટલાક ક્લાસિસ છે શરૂ
  • પ્લે હાઉસ અને ધોરણ 12 સાયન્સના ક્લાસીસ પર NSUI દ્વારા દરોડો
  • પ્લે હાઉસમાં 15થી 20 નાના બાળકો તેમજ ક્લાસિસમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યાં

રાજકોટ: કોરોનાકાળમાં હજુ શાળા-કોલેજો બંધ છે. ત્યારે રાજકોટમાં કોરોના કાળ દરમિયાન ચાલી રહેલા પ્લે હાઉસ અને ધોરણ 12 સાયન્સના ક્લાસિસ(Classes) પર NSUI દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પ્લે હાઉસમાં 15થી 20 નાના બાળકો જોવા મળ્યા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સ(Science)ના ક્લાસમાં પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બેઠા જોવા મળ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પ્લે હાઉસના સંચાલકો અને ક્લાસિસના સંચાલકો ઘટનાસ્થળે હાજર જોવા મળ્યાં નહોતા. કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું અને બાળકોનું હીત જોખમાય તે પ્રકારની ઘટના સામે આવતાં શહેરમાં ચકચાર મચી છે.

રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા

બાળકોએ માસ્ક પણ નહોતા પહેર્યા

રાજકોટના અમીન માર્ગ પર આવેલા પોદર જમ્બો કિડ્સ (Jumbo Kids) નામના પ્લે હાઉસમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન પ્લે હાઉસ(Play House)ની અંદર મોટા પ્રમાણમાં બાળકો જોવા મળ્યા હતા. આ બાળકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. પ્લે હાઉસમાં બાળકો મળી આવતા NSUI દ્વારા હાઉસના સંચાલકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંચાલકોને આ દરોડાની જાણ થઇ હોવાના કારણે તેઓ પહેલાથી જ ઘટનાસ્થળે હાજર નહોતા. NSUI દ્વારા આ મામલે ઘટના સ્થળે હાજર શિક્ષકને રજૂઆત કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા

આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગનો પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય, યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા

છેલ્લા દોઢ મહિનાથી આ ક્લાસીસમાં શરૂ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું

NSUI દ્વારા પહેલા પ્લે હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે તેની સામે જ ધોરણ 12 સાયન્સનું સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ(Saurashtra Science Institute) નામના ક્લાસિસમાં પણ વિદ્યાર્થીઓ મળી આવ્યાં હતા. જ્યારે આ ક્લાસમાં કોઇ પણ શિક્ષકો હાજર નહોતા. છેલ્લા દોઢ મહિનાથી આ વિદ્યાર્થીઓ ક્લાસિસ(Classes)માં આવતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. કોરોના વાઈરસ(Corona virus)ના કારણે હાલ શાળા કોલેજો તેમજ કલાસીસ બંધ રાખવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો છે. તેમ છતાં રાજકોટના ક્લાસિસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી આવતાં થોડા સમય માટે દોડધામ મચી હતી. આ મામલે NSUIએ જિલ્લા કલેકટર તંત્રને પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

રાજકોટમાં કોરોના કાળમાં ચાલી રહેલા પ્લેહાઉસ અને ક્લાસિસમાં NSUIના દરોડા

આ પણ વાંચોઃ રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, ગયા વર્ષે 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો પ્રવેશ

જિલ્લા કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવશે

આ સમગ્ર મામલે રાજકોટ NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, એક તરફ કોરોના(corona)ની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. જેમાં બાળકોને વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત થવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં રાજ્ય સરકારના નિયમોને નેવે મૂકીને કેટલાક સંચાલકો પ્લે હાઉસ તેમજ ક્લાસીસ ચલાવી રહ્યા છે. જે શરમજનક બાબત છે. અમે દરોડો પાડયો ત્યારે ક્લાસિસ અને પ્લે હાઉસના સંચાલકો બાળકોને અને વિદ્યાર્થીઓને રેઢા મૂકીને અહીંથી જતા રહ્યાં હતા. આ સમગ્ર આ મામલે પોલીસને પણ જાણ કરી છે. તેમજ જિલ્લા કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details