ગુજરાત

gujarat

By

Published : May 21, 2021, 2:11 PM IST

ETV Bharat / city

રાજકોટના સ્મશાનોમાં હવે નોનકોવિડ ડેડ બોડી મોકલી શકાશે

રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની અંતિમવિધિ કરવા માટે સ્મશાનની બહાર લાંબી લાઈન લાગતી હતી. જોકે, હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. ત્યારે હવે રાજકોટના સ્મશાનમં નોનકોવિડ ડેડબોડી પણ મોકલી શકાશે.

રાજકોટના સ્મશાનોમાં હવે નોનકોવિડ ડેડ બોડી મોકલી શકાશે
રાજકોટના સ્મશાનોમાં હવે નોનકોવિડ ડેડ બોડી મોકલી શકાશે

  • કોરોના કાળમાં રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર
  • રાજકોટના સ્મશાનોમાં હવે નોનકોવિડ ડેડબોડી મોકલી શકાશે
  • રાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘટી

રાજકોટઃ શહેરમાં આવેલા 2 સ્મશાનમાં નોનકોવિડ મૃતદેહના અંતિમવિધિ કરવાની છૂટ મળી છે, જેમાં રામનાથપરા અને બાપુનગર સ્મશાનનો સમાવેશ થાય છે. આ નોનકોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર હવે થઈ શકશે. આ નિર્ણય મહાનગરપાલિકા તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-ગાંધીનગરના સ્મશાનોમાં દિવસના 600 મણ લાકડાનો ઉપયોગ થાય

શહેરના 4 મુખ્ય સ્મશાનને હંગામી સમય માટે કોરોનાથી મૃત્યુ પામતા લોકોના મૃતદેહ માટે અનામત રખાયા હતા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા, બાપુનગર, મોટા મવા, મવડી સ્મશાનગૃહ જેવા 4 મુખ્ય સ્મશાન હંગામી સમય માટે કોરોનાથી મૃત્યુ પામતા લોકોના મૃતદેહ માટે અનામત રાખવામાં આવ્યા હતા. હવે આ પૈકીના બાપુનગર અને મવડી સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોના મૃતદેહની અંતિમવિધિ કરાશે. જ્યારે રામનાથપરા અને મોટા મવા ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે.

કોરોના કાળમાં રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર

આ પણ વાંચો-ગીર-સોમનાથના યુવાઓ પોતાની ચિંતા છોડી દિવસ રાત કરી રહ્યા છે સ્મશાનમાં કામ

સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ લોકોની અંતિમવિધિ કરાતી હતી

રાજકોટના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ કતારમાં ઉભું રહેવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળતી હતી ત્યારે મોડી રાત સુધી સ્મશાનમાં અંતિમવિધિ માટે લાઈનો લાગતી જોવા મળતી હતી. સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ લોકોની અંતિમવિધિ કરવામાં આવતી હતી. રાજકોટમાં એક સમયે કોરોનાનો હાહાકાર જોવા મળ્યો હતો, પરંતુ છેલા 8 દિવસ રાહતના સમાચાર ગણાય રહ્યા છે. રાજકોટમાં 2 સ્મશાનને નોન કોવિડ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવાની છૂટ મળી રામનાથપરા અને બાપુનગર ખાતે નોનકોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details