ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

વર્તમાન સમયમાં પશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસને લઈને રાજકોટની ઉપલેટા(Lumpy Virus in Upleta) વડચોક ગૌ સેવા તત્કાલ એકશનમાં આવી છે. જેમાં તંત્ર પાસેથી વેકસીનની વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા પોતે પોતાના સ્વ ખર્ચે વેકસીનની વ્યવસ્થા કરીને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરી સતર્કતા દાખવી છે. કેવી છે ઉપલેટામાં આ વાયરસની સ્થિતિ(Situation of Lumpy disease in Upleta) જે જુઓ આ અહેવાલમાં.

ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે
ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

By

Published : Jul 29, 2022, 6:10 PM IST

રાજકોટ: ઉપલેટામાં લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે. હાલ પશુઓમાં ફેલાઈ રહેલા વાઇરસને લઈ લોકો તેમજ પશુપાલકો ખૂબ જ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગાય તેમજ આખલાઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જે રીતે હાલ સમગ્ર રાજયમાં ઠેર-ઠેર પશુઓમાં(Lumpy Virus in Animal) વાઇરસ ફેલાઈ રહ્યો છે. સરકાર હજુ પણ મૌન સેવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ઉપલેટામાં લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે.

લમ્પી વાયરસને લઈને સરકારમાં કોઈ પણ જાતની તકેદારી નહી -જેમ કોરોના કાળમાં સરકારની ઢીલી નીતિ તેમજ પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પશુઓમાં ફેલાઈ રહેલી લમ્પી વાયરસને લઈને સરકારે ખુબજ ચોકસાઈ અને તકેદારી રાખવી જરૂરી હોય છે. હાલ વ્યવસ્થાને બદલે સરકાર દ્વારા કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી. તેવું સામે આવતા પશુપ્રેમીઓ સક્રિય બનતા નજરે પડ્યા છે.

આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સામાંથી પશુઓ માટે રસીની માંગણી

આ પણ વાંચો:લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજ દ્વારા સ્વ ખર્ચે પશુઓને રસી - આવા ખતરનાક વાઇરસને લઈ લોકો અને ખાસ કરીને પશુપાલકો હાલ ખુબ ચિંતામાં છે. રાજકોટના ઉપલેટામાં પણ વડચોક ગૌ શાળા(Vadchok Gaushala in Upleta) દ્વારા આવા આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સામાંથી પશુઓ માટે રસીની માંગણી(Requirement of vaccines for cattle) કરી હતી. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા ખુદ ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજ દ્વારા પોતાના સ્વ ખર્ચે હજારો રૂપિયા ખર્ચીને 800 જેટલા પશુઓને રસી અપાવી છે.

ઉપલેટામાં વાયરસની સ્થિતિ

કોઈ મોટો રાફડો ફાટે તે પહેલા સતર્કતા જરૂરી - જયારે હજુ પણ 400 જેટલા પશુઓને રસી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ઉપલેટામાં આ લમ્પી વાઇરસનો વધુ ફેલાવો ન થાય માટે 10 વ્યક્તિઓ દ્વારા વડચોક ગૌ શાળા તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલીત એનિમલ હોસ્ટેલમાં(Upaleta Animal Hostel) પશુઓને વેક્સીન આપવાની કામગીરી હાથ ધરી છે. આવી ગંભીર બીમારી બાબતે સરકાર પુરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે, પરંતુ ઉપલેટામાં વેક્સીન અંગેની કોઈ વ્યવસ્થા(Vaccine arrangement in Upaleta) નહિ હોવાનું પણ માલુમ પડી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ મોટો રાફડો ફાટે તે પહેલા સતર્કતા રાખવી ખુબ જ જરૂરી બનતી માલુમ પડે છે.

અત્યાર સુધીમાં ઉપલેટાના 500 જેટલા પશુઓને વેક્સીન આપી દીધી - આ અંગે ઉપલેટા પશુ વિભાગના તબીબ ડો. અર્જુન કસુંદરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે રાજકોટના ઉપલેટામાં હાલ 52 કેસ સામે આવ્યા છે. ઉપલેટાના પશુ વિભાગ દ્વારા જે જગ્યાઓ પણ સંક્રમણ ફેલાયું છે. તે જગ્યાઓ પર સરકાર દ્વારા આપવામાં આવી રહેલી વેક્સીન આપવાની કામગીરી શરૂ કરી છે. સરકાર દ્વારા ફાળવાયેલી વેક્સીનમાંથી અત્યાર સુધીમાં 500 જેટલા પશુઓને વેક્સીન આપી દીધી હોવાનું પણ જણાવે છે.

આ પણ વાંચો:લમ્પી લહેરનો કાળો કહેર, શું છે આ રોગનો આયુર્વેદિક ઉપચાર

લમ્પી વાયરસ કહેર મચાવે તે પહેલા જથ્થો ફાળવે તેવી સરકાર પાસે માંગ -આ સાથે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજના ટ્રસ્ટી તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પીયુશ માંકડીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઉપલેટામાં હાલ 50 કરતા વધારે કેસ સામે આવ્યા છે. સરકારી તંત્ર પાસે સતર્કતાના ભાગરૂપે વેક્સીન અંગેની માંગણી કરી હતી. અપૂરતો જથ્થો હોવાનું સામે આવતા સ્વ ખર્ચે વેક્સીન આપવાની કામગીરી શરૂ કરી છે. સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી પુરતો જથ્થો ફાળવી અને ઉપલેટામાં વધુ લમ્પી વાયરસ કહેર મચાવે તે પહેલા જથ્થો ફાળવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details