ગુજરાત

gujarat

ETV Bharat / city

જેતલસરમાં સગીરાની હત્યા કરનારા યુવકને સજા કરવા MLA લલિત વસોયાની માગ - ધોરાજી

રાજકોટમાં જેતપુર તાલુકાના જેતલસર ગામમાં થોડા દિવસ પહેલાં જ એક સગીરાની તેના પ્રેમીએ હત્યા કરી નાખી હતી. આ હુમલામાં સગીરાનો ભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હવે આ ઘટના અંગે ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ સગીરાના હત્યારાને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.

જેતલસરમાં સગીરાની હત્યા કરનારા યુવકને સજા કરવા MLA લલિત વસોયાની માગ
જેતલસરમાં સગીરાની હત્યા કરનારા યુવકને સજા કરવા MLA લલિત વસોયાની માગ

By

Published : Mar 19, 2021, 1:02 PM IST

  • MLA લલિત વસોયા દ્વારા આરોપીને કડકમાં કડક સજાની કરી માગ
  • MLA લલિત વસોયાએ અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની કરી હાકલ
  • ગૃહપ્રધાન પાસે આરોપીને ગંભીર સજા મળે તેની કરવામાં આવી માગ

આ પણ વાંચોઃશાળાઓને બંધ કરવા સુરત વાલી મંડળ દ્વારા સરકારને રજૂઆત

રાજકોટઃ જિલ્લામાં જેતપુર તાલુકાના જેતલસર ગામની એક સગીરા ઉપર જયેશ સરવૈયા નામના આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ સગીરાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘાતકી ઘટના અંગે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને લેખિત રજૂઆત કરી આરોપીને ગંભીર સજા મળે તેવી માગ કરી હતી.

ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને લેખિત રજૂઆત કરી

આ પણ વાંચોઃરાજકોટના વૉર્ડ નંબર 11 માં મહિલાઓએ પાણી મુદ્દે કરી રજૂઆત

આ ઘટનાથી સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે: લલિત વસોયા

આવી ક્રૂર હત્યાની ઘટનાથી સમગ્ર સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના અંગે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ લલિત વસોયાએ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક સમાજની કે એક પરિવારની દિકરીની વાત નથી, પરંતુ દરેક પરિવારમાં દિકરી, માતા અને બહેન હોય છે. તેની સુરક્ષાની પણ વાત છે.

ABOUT THE AUTHOR

...view details