ગુજરાત

gujarat

ETV Bharat / city

MLA Kandhal Jadeja convicted : કુતિયાણા MLA કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10000નો દંડ, જેલમાં નહીં જવું પડે - કેશુ નેભા ઓડેદરા હત્યા કેસ

કુતિયાણાના NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટ કોર્ટે દોષિત (MLA Kandhal Jadeja convicted ) જાહેર કર્યા છે. 2007માં રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.

MLA Kandhal Jadeja convicted : કુતિયાણા MLA કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10000નો દંડ, જેલમાં નહીં જવું પડે
MLA Kandhal Jadeja convicted : કુતિયાણા MLA કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10000નો દંડ, જેલમાં નહીં જવું પડે

By

Published : Apr 20, 2022, 9:56 PM IST

રાજકોટ: કુતિયાણાના NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટ કોર્ટે દોષિત (MLA Kandhal Jadeja convicted ) જાહેર કર્યા છે. ગત 5 ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર (Kutiana MLA Kandhal Jadeja sentenced to one and half years)થયા હતાં. આ કેસમાંં કાંધલ જાડેજા, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 વ્યક્તિઓ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં રાજકોટ કોર્ટે (Rajkot Court Verdict on Kandhal jadeja Case) કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.

2007માં રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોર્ટે આ ચૂકાદો આપ્યો હતો

દંડ પણ ફટકાર્યો- રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોઢની વર્ષની સજા (MLA Kandhal Jadeja convicted ) સાથે 10,000 રુપિયા દંડ પણ ફટકાર્યો છે. રાજકોટ JMFC કોર્ટ દ્વારા NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને વર્ષ 2007માં પોલીસ જાપ્તામાંથી નાસી જવા મુદ્દે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કેસની વિગત જોઇએ તો ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજાએ પોલીસ સાથે સાંઠગાંઠ રચી હતી. જેમાં વિદ્યાનગર રોડ પરની શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર (Case of absconding from Rajkot police custody ) થયા હતાં.

જામીન મેળવવા તજવીજ- કાંધલ ઉપરાંત 4 પોલીસકર્મી, 3 ડોકટરો સહિત 14 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. જો કે તાત્કાલિક જામીન પર મુક્ત થઈ શકાય તેમ હોવાથી હાલ કાંધલ જાડેજાનાં એડવોકેટ દ્વારા જામીન મેળવવા તજવીજ (Kandhal Jadeja's bail application) હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઈકોર્ટે આપી રાહત

કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યાં હતાં - વર્ષ 2007નાં ફેબ્રુઆરીમાં પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર કાંધલ જાડેજાને રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યાં હતાં. દરમિયાન જેલમાંથી સારવાર માટે તેમને મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમના જાપ્તા માટે રખાયેલા પોલીસ કર્મચારીઓ સાથે સાઠગાંઠ રચીને નાસી (Case of absconding from Rajkot police custody )છૂટ્યા હતાં. ત્યારબાદ ફરાર કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રમાંથી ઝડપાતાં તેમને 15 દિવસની રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતાં. જોકે અદાલતે રિમાન્ડની માગ રદ કરતા પોલીસે નીચલી કોર્ટના આ રિમાન્ડ રદ કરવાના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચોઃ 3 વર્ષ પહેલા ધમકી આપવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નિર્દોષ જાહેર

કેશુ નેભા ઓડેદરા હત્યા કેસ- ઉલ્લેખનીય છે કે, 1 માર્ચ 2005ના રોજ પોરબંદરના કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં કાંધલ જાડેજા અને કાના જાડેજાએ ફાયરિંગ કરીને કેશુ નેભાની હત્યા (Keshu Nebha Odedra murder case) કરી હતી. આ કેસમાં પોલીસે કાંધલ જાડેજા, કાના જાડેજા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી હતી. જોકે જુલાઇ 2021માં કાના જાડેજા સહિત અન્ય 8 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.

કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે - રાજકોટમાં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટની કોર્ટે દોષિત જાહેર (MLA Kandhal Jadeja convicted ) કર્યા છે પણ આ બાબતમાં કાંધલ જાડેજાને મોટી રાહત મળશે. કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે તેવી વિગતો સામે આવી રહી છે. આ મામલામાં અગાઉ 19 મહિનાની સજા ભોગવી ચુક્યા હોવાથી જેલમાં નહીં જવું પડે તેવી પણ વિગતો સામે આવી છે. જેમાં સજા મોકૂફી માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે. ઉપરાંત કાંધલ જાડેજા આગામી ચૂંટણી લડી શકશે.

ABOUT THE AUTHOR

...view details