ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી - લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે

આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવી સરકારમાં પ્રધાન બનેલા વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવશે.

લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી

By

Published : Sep 17, 2021, 3:42 PM IST

  • રાજકોટમાં યોજાયો વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ
  • કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ખાસ રીતે રહ્યા ઉપસ્થિત
  • કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાયું કીટ વિતરણ

રાજકોટ: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમો પૈકી રાજકોટમાં ગરીબ લાભાર્થીઓને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ધારાસભ્ય તેમજ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં યોજાયેલો કાર્યક્રમ

ગરીબ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા હોલમાં જિલ્લાના ગરીબ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને પણ સહાય માટેના પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજકોટ જિલ્લામાં આવેલા જે ગામોમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થયું છે, તે ગામના સરપંચોને સન્નમાન પત્રો પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી અને કાયદા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી

લોકોને મુશ્કેલી ન પડે તે માટે યોજના તૈયાર કરાશે: રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યના નવનિયુક્ત કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કાયદા અને મહેસૂલ ખાતાનો પ્રધાન બન્યો છું. જેને લઈને આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે નવી યોજના બનાવમાં આવશે. જયારે લોકોને જલ્દી ન્યાય મળે, સસ્તો ન્યાય મળે અને સરળ મળે તે માટેની એક આખી યોજના આગામી દિવસોમાં બનાવમાં આવશે અને એ કાર્યને આગળ વધારવામાં આવશે. જ્યારે મહેસૂલ વિભાગમાં પણ આવી જ રીતે લોકોને કામમાં મુશ્કેલી ન પડે તે માટે IT વિભાગને સાથે રાખીને કામ કરવામાં આવશે.

કાર્યક્રમ બાદ જોવા મળ્યો હોબાળો

રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીઓએ નિઃશુલ્ક ગેસની કીટનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, વહેલી સવારથી જ લાભાર્થીઓને આ ગેસ કીટ માટે બોલવામાં આવ્યા હતા. જ્યારે તેમાના કેટલાક ગરીબ લાભાર્થીઓ ગેસની કીટ આપવામાં નહિ આવતા તેમના દ્વારા કાર્યક્રમ પત્યા બાદ હોબાળો મચાવવામાં આવ્યો હતો. જયારે ગરીબ લાભાર્થીઓ કામધંધો મૂકીને અહીં કીટ લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમને કીટ મળી નહોતી.

ABOUT THE AUTHOR

...view details