ગુજરાત

gujarat

ETV Bharat / city

BJPની ઓફિસમાં બેસીને કોંગ્રેસ ટિકિટની ફાળવણી કરે છેઃ મનીષ સિસોદિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઇ છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર પ્રચાર પ્રસાર માટે લગાવી રહ્યા છે. જેને લઈને આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના વિવિધ શહેરમાં રોડ-શો યોજી રહ્યા છે.

ETV BHARAT
મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ

By

Published : Feb 7, 2021, 6:52 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન ગુજરાતની મુલાકાતે
  • નાયબ મુખ્યપ્રધાને રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઇ છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર પ્રચાર પ્રસાર માટે લગાવી રહ્યા છે. જેને લઈને આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના વિવિધ શહેરમાં રોડ-શો યોજી રહ્યા છે. ગઈકાલે શનિવારે તેમણે અમદાવાદ ખાતે રોડ-શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો, જ્યારે રાજકોટમાં પણ આજે રવિવારે રોડ-શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો છે. આ સાથે સાથે રાજકોટમાં એક પત્રકાર પરિષદ પણ યોજી હતી.

મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ

કોંગ્રેસ હાલ ભાજપ સામે લડવા સક્ષમ નથી: મનીષ સિસોદિયા

દિલ્હી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. કોંગ્રેસ પણ વિરોધ પક્ષમાં હાલ બેસી સકવા સક્ષમ નથી, ત્યારે આમ આદમી પાર્ટી લોકોને એક વિકલ્પ તરીકે મળી રહેશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે કામ કર્યું છે, તેની રણનીતિને અમે દેશના તમામ રાજ્યના શહેરોમાં કરશું. આમ આદમી પાર્ટીને લોકોએ એક વાર તક આપવી જોઈએ. જેમ 5 વર્ષમાં દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે, એમ અમે દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનું કામ કરશું.

રાજકોટમાં 72 બેઠકો પર આપના ઉમેદવારો જાહેર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં 72 બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ તમામ 72 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. જો કે, આ વખતે ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને NCP પણ ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે. આ વખતે રાજકોટમાં 4 જેટલા રાષ્ટ્રીય પક્ષો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે. જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details