ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં દર્દીઓ રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા, એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો - corona positive cases of rajkot

રાજકોટમાં કોરોના સંક્રમણને પગલે દરરોજ 400 થી વધુ કોરોના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે તેમજ 60થી વધુના મોત નોંધાયા છે. કોરોનાની આ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ પાંગળું સાબિત થયું છે. જેને પરિણામે સિવિલ હોસ્પીટલની બહાર લોકો રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે બેઠેલા જોવા મળ્યા હતા તેમજ એમ્બ્યુલન્સની લાંબી કતારો પણ જોવા મળી હતી.

રાજકોટ
રાજકોટ

By

Published : Apr 18, 2021, 1:15 PM IST

  • રાજકોટમાં કોરોના કહેર
  • રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે રઝળતા દર્દીઓ
  • સિવિસ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો
    રાજકોટ

રાજકોટઃ રાજકોટમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે હાલ દરરોજના 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય તંત્ર કોરોનાનો સામનો કરવામાં પાંગળુ સાબિત થયું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ રિક્ષા તેમજ ખાનગી વાહનોમાં ઓક્સિજનના બાટલા સાથે સારવાર માટે આવી પહોંચ્યા હતા. જે દૃશ્ય જોઈને લાગ્યું છે કે આરોગ્ય તંત્ર હાલ નબળુ પુરવાર થઈ રહ્યું છે.

રાજકોટ

દરરોજ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો

સિવિલ હોસ્પિટલ બહાર દરરોજ એમ્બ્યુલન્સની મોટી કતારો જોવા મળે છે. ત્યારે ખાનગી વાહનોમાં પણ લોકો મોટી સંખ્યામાં આ લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. દર્દીઓની હાલત એટલી કફોડી બની છે કે તેઓ ઓક્સિજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં આરોગ્યની સ્થિતિ કથળી હોવાનું આ ઘટનાઓ પરથી સાબિત થઇ રહ્યું છે. એક બાજુ સરકાર દ્વારા ક્યાંકને ક્યાંક તમામ લોકોની સારવાર યોગ્ય કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો હોસ્પિટલ બહાર સામે જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details