- રાજ્યામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
- અંતિમવિધિ માટે સ્મશાનમાં લાંબી લાઇન
- અંતિમ સંસ્કાર માટે જોવી પડે છે 2 થી 3 કલાકની રાહ
રાજકોટ: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દિનપ્રતિદિન કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. શહેરોની હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી ગઈ છે તો બીજી બાજૂ કોરોના મૃત્યુદરમાં પણ વધારો થયો છે. શહેરોના સ્મશાનગૃહમાં અંતિમવિધી માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. એવામાં રાજકોટમાં પણ હાલત કફોડી જોવા મળી છે.
24 કલાકમાં 34 મોત
શુક્રવારે 24 કલાકમાં રાજકોટ શહેરમાં 34 મોત થયાનું સામે આવ્યું છે. રાજકોટના સ્મશાનગૃહમાં અંતિમ શનશકાર કરવા માટે પણ કતારમાં ઉભું રહેવું પડે છે.રાજકોટ સરકારી ચોપડે અને સ્મશાનના આંકડા માં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સ્મશાનમાં એક જ દિવસમાં 50 થી વધુ લોકોની અંતિમ વિધી કરવામાં આવી હતી તો સરકારી ચોપડે 31 મોત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : કોરોનાના વધતા કેસોની સામે ઉપલેટાના વેપારીઓ પાળશે સ્વયંભૂ બંધ
સ્મશાન અંતિમવિધિના આંકડા
- રામનાથપરા પરા સ્મશાન માં 11
- મવડી સ્મશાનમાં 12
- મોટામવા સ્મશાનમાં 10
- બાપુનગર સ્મશાનમાં 13