- જિલ્લામાં ૧૧ તાલુકાના અંદાજે ૬૦૦ ગામડાઓ ઈ-ગ્રામ યોજના હેઠળ જોડાયેલા છે
- અંદાજે ૩૯૯ જેટલા ગામડાઓમાં ઈ-ગ્રામની સુવિધા બંધ હાલતમાં
- કનેકટીવીટી લો હોવાથી ઓનલાઈન કામગીરીની મહત્વની સાઈટો ખુલતી નથી
- વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા સીએમ રૂપાણીને પત્ર લખી માંગ કરી
રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લા ઈ–ગ્રામ વિશ્વગ્રામ યોજના અંર્તગત એરટેલ કંપનીને ઈન્ટરનેટ માટે ઈ-ગ્રામ શરૂ થયાથી (સને.૨૦૦૭) વી.સેટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત કક્ષાએ શરૂ કરવામાં આવેલી ઈ-ગ્રામ સુવિધાઓમાં કનેકટીવીટીના મોટા પ્રશ્નો ઉભા થયા છે, સાધનો વરસો જુના છે કંપનીને ફરીયાદ કરવા છતાં સમયસર રીપ્લેસ કરી આપવામાં આવતા નથી.
કનેકટીવીટી ન મળવાથી ઓનલાઈન કામગીરી બંધ
ગ્રામ પંચાયતોમાં કામ કરતા વી.સીઓને અનેક મુશ્કેલીઓ પડે છે. કનેકટીવીટીના પ્રશ્ન કરવામાં આવતી ફરીયાદોનો ઉકેલ આવતો નથી. ઈ–ગ્રામ યોજનાના પોર્ટલ ઓનલાઈન લોગીંગ કરવા માટે અંદાજે 5 M.B.P.Sની જરૂરીયાત સાથે ૦.૪૦ થી ૦.૫૦ ડાઉનલોડીગ સ્પીડ આપવામાં આવે છે, જેના કારણે અરજદારોને ગ્રામ પંચાયત કચેરીમાં ધકકા ખાઈ થાકી જાય છે અને સરકારની યોજનાથી વચીત રહે છે.
આ યોજના અંતર્ગત થાય છે મહત્વની કામગીરી