ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક - leader of opposition appointed for rajkot municipal corporation

ગત ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગઈકાલે એટલે કે સોમવારના રોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગર પાલિકા માટે વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે મહિલા કોર્પોરેટરની વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક
રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક

By

Published : May 25, 2021, 4:09 PM IST

  • રાજકોટ મનપાના વિપક્ષી નેતાની કરાઈ નિમણૂક
  • રાજકોટને મળ્યા મહિલા વિરોધ પક્ષના નેતા
  • કોંગ્રેસ દ્વારા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની નિમણૂક કરાઈ


રાજકોટઃ ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72 બેઠક માંથી 68 બેઠક ભાજપને મળી હતી. જ્યારે 4 બેઠકમાં કોંગ્રેસને મળી હતી. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું. ત્યારે શાસક પક્ષ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષ દ્વારા વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી નહોતી. જે સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક

મહિલા નેતાને વિપક્ષી નેતા તરીકે મળ્યું સ્થાન

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક શાસન પક્ષ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મ.ન.પા.ના વિપક્ષી નેતા તરીકે કોઈની નિમણૂક કરાઈ નથી. ત્યારે સોમવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાયા છે. ત્યારે હવે રાજકોટ મ.ન.પા.ને વિપક્ષી નેતા મળી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details