ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં વકીલોએ ચીફ જસ્ટીસને પત્ર લખી ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની કરી માગ

કોરોના કાળમાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ છે, ત્યારે વકીલોએ હવે કોરોનાની વેક્સિન આવી ગઈ હોવાથી કોર્ટની ફિઝિકલ કામગીરી પુન: શરૂ કરવા માટે ચીફ જસ્ટીસને પત્ર લખીને માગ કરી છે.

રાજકોટમાં વકીલોની ચીફ જસ્ટીસને પત્ર લખી ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ
રાજકોટમાં વકીલોની ચીફ જસ્ટીસને પત્ર લખી ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ

By

Published : Jan 27, 2021, 4:05 PM IST

  • કોરોના કાળમાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ હાલતમાં
  • કોરોનાની વેક્સિન આવી જતા કોરોનાનો ડર નિકાળવાનો સમય આવી ગયો છે
  • કોર્ટ બંધ રહેવાથી વકીલોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે
    રાજકોટમાં વકીલોની ચીફ જસ્ટીસને પત્ર લખી ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ

રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના કાળમાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્ટ બંધ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનાં મેમ્બર દિલીપ પટેલે ફિઝીકલ કોર્ટ શરૂ કરવાની માંગ કરી હતી.જ્યારે દિલીપ પટેલે ચીફ જસ્ટીસને પત્ર લખી હાલમાં કોરોનાની વેક્સિન આવી ગઇ છે, તો હવે જજ અને કોર્ટના સ્ટાફે કોરોનાનો ડર નિકાળી દેવો જોઇએ અને સમગ્ર કોર્ટ કામગીરી શરૂ થવી જોઈએ.

રાજ્યની કોર્ટમાં હજારો વકીલો વકીલાત કરે છે

કોરોનાના ડરથી કોર્ટ બંધ રહેવાથી વકીલોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્યની કોર્ટોમાં હજારોની સંખ્યામાં વકીલો વકીલાત કરે છે. જ્યારે કોર્ટમાં માત્ર અમુક ટકા વકીલો જ સિનીયર હોય છે. ત્યારે કોર્ટમાં બાકીના જુનિયર વકીલોને કોરોના કાળમાં કામ મળવું મુશ્કેલ બન્યું છે જેના કારણે જુનિયર વકીલોને બીજા વ્યવસાય તરફ વળવું પડશે. દિલીપ પટેલે ચીફ જસ્ટીસને પત્ર લખી વકીલોએ ફિઝિકલ કોર્ટ શરૂ થવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details