ગુજરાત

gujarat

ETV Bharat / city

Land Mafia In Rajkot: રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓનો આતંક, આધેડનું સારવાર દરમિયાન મોત

રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓ (Land Mafia In Rajkot) અને સ્થાનિકો વચ્ચે થયેલી માથાકૂટમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. ભુમાફિયાઓએ મકાન ખાલી કરાવવા મામલે સ્થાનિકોને માર માર્યો હતો.

Land Mafia In Rajkot: રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓનો આતંક, આધેડનું સારવાર દરમિયાન મોત
Land Mafia In Rajkot: રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓનો આતંક, આધેડનું સારવાર દરમિયાન મોત

By

Published : Feb 18, 2022, 6:00 PM IST

રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ (Rajkot university road) પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટી (rajkot radhakrishna society)માં 2 દિવસ પહેલાભુમાફિયાઓ (Land Mafia In Rajkot) દ્વારા મકાન ખાલી કરાવવા મામલે વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિકો અને અસામાજિક તત્વો વચ્ચે માથાકૂટ (locals and mafia Conflict in rajkot) સર્જાઈ હતી. આ માથાકૂટમાં વિસ્તારના 3થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો:Rajkot police in controversy: પોલીસ કસ્ટડીમાં યુવક સાથે ગેરવર્તણૂક થયાનો આક્ષેપ, રાજકોટ પોલીસ ફરી વિવાદમાં

આધેડને માથાના ભાગે પહોંચી હતી ગંભીર ઇજા

રાધાકૃષ્ણ સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા નશાની હાલતમાં વાહનોમાં તોડફોડ કરી સ્થાનિકોને માર મારવામાં આવ્યો હતો, જેમાં 3થી 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ તમામ લોકો હોસ્પિટલ (Hospital In Rajkot)માં સારવારમાં હતા, જે દરમિયાન અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારનું મોત થયું છે. ભુમાફિયાઓ દ્વારા અવિનાશભાઈને માથાના ભાગે માર મારીને ઇજા પહોંચાડવા આવી હતી. તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો:Rajkot Police in Controvery: 75 લાખ રૂપિયાના તોડ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચના PIની બદલી

મોત બાદ બનાવ હત્યામાં પલટાયો

રાધાકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકોના મકાન ખાલી કરાવવા માટે ભુમાફિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ (Torture by land mafias in rajkot) આપવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી 4 લોકોની અટકાયત કરી હતી. જેમાં રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના શખ્સોનો સમાવેશ થાય છે. ઘટનામાં આધેડનું મોત થતા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details