ગુજરાત

gujarat

ETV Bharat / city

Land Grabbing Act : રાજકોટ જમીનો પચાવવામાં રાજ્યમાં પ્રથમ, લેન્ડ ગ્રેબિંગની 800માંથી 41 અરજીમાં જ FIR!

ગુજરાતમાં જમીન પડાવી લેવાની (Land Grabbing Act ) સૌથી વધુ ફરિયાદો તમે કહો તો ક્યાં થઇ હોઇ શકે? રાજ્યના મોટા શહેરોની જ વાત કરીએ તો સખાવતી ગણવાતી ધીંગી ધરા સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેરનો (Most land grabbing in Rajkot ) આમાં પહેલો નંબર આવે છે.વધુ જાણો આ અહેવાલમાં.

Land Grabbing Act : રાજકોટ જમીનો પચાવવામાં રાજ્યમાં પ્રથમ, લેન્ડ ગ્રેબિંગની 800માંથી 41 અરજીમાં જ FIR!
Land Grabbing Act : રાજકોટ જમીનો પચાવવામાં રાજ્યમાં પ્રથમ, લેન્ડ ગ્રેબિંગની 800માંથી 41 અરજીમાં જ FIR!

By

Published : May 12, 2022, 9:58 PM IST

રાજકોટ- રાજ્યમાં વિસ્તાર અને વસતીની દૃષ્ટિએ અમદાવાદ, વડોદરા અને સુરત કરતાં રાજકોટ નાનું બહુ નાનું છે પરંતુ આજે પણ રાજકોટમાં સૌથી વધુ ભૂમાફિયા પડ્યા પાથર્યા જોવા મળે છે. જેમાં રાજ્ય સરકાર જમીન કબજે કરવા વિરોધી અધિનિયમને વધુ કડક બનાવવા 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો (Land Grabbing Act 2020 ) અમલમાં લાવી છે જેમાં અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 1000 અરજી સામે રાજકોટમાં 800 જેટલી અરજી (Land Grabbing Complaint) થઈ છે એમાં 41 અરજીમાં જ FIR થઈ છે. આથી વિસ્તાર અને વસતીની દૃષ્ટિએ રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટમાં (Most land grabbing in Rajkot ) થઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

41 કેસમાં જ FIR - રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ કમિટી (Land Grabbing Committee) સમક્ષ 800 જેટલી અરજી (applications for land grabbing in Rajkot) થઈ છે. એ પૈકી માત્ર 41 કેસમાં જ FIR કરવામાં આવી છે. બાકીની 250થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે 480 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ભૂમાફિયાઓને પોલીસ સહયોગ આપી છાવરતા હોવાની વ્યાપક ચર્ચા ઊઠી છે. અગાઉ તંત્રએ મોટા ઉપાડે જેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરી છે. એમાંથી અમુક કિસ્સામાં હાઈકોર્ટે તંત્રને ઠપકો આપીને આરોપીને છોડી મૂક્યા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ટકોર કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat High Court Stay : કોંગ્રેસના MLA કાંતિભાઈ પરમારે લેન્ડ ગ્રેબિંગ અંગે કરેલી ફરિયાદ પર હાઇકોર્ટે રોક લગાવી

જમીનો પચાવી પાડવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ટકોર- જમીનો પચાવી પાડવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ, 2020 લાવી હતી. આ કાયદા બાદ રાજકોટમાં ધડાધડ અરજીઓ આવવા લાગી હતી. જોકે અમુક લોકો ભૂમાફિયાઓના ડરથી અરજી કરતા ડરી રહ્યા છે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં અરજીઓનો ધોધ વછૂટે તેમ છે.

આ પણ વાંચોઃ Shailesh Parmar Demands : એસ્સારના ગેરકાયદે બાંધકામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરો, 99 વર્ષના ભાડાપટ્ટાની જમીન મૂળ હકદારે આપી

10થી 14 વર્ષની સજાની જોગવાઈ - ક્લેક્ટર કચેરીમાં અલગથી લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત કરવામાં આવી છે જેમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદો લાવ્યાં ત્યારે જણાવ્યું હતું કે આ કાયદામાં જમીન હડપનારને 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો 6 માસમાં આવશે. આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટનો અમલ સીમાચિહનરૂપ બની રહેશે.

લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત - મિલકતો હડપ કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી બનાવાયા બાદ ક્લેક્ટર કચેરીમાં અલગથી લેન્ડ ગ્રેબિંગ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે આમાં પણ અરજદારોને સમયસર ન્યાય મળી શકતો નથી એ વાત નિશ્ચિત છે.

3 જાન્યુઆરી 2021ના રોજ પહેલો ગુનો નોંધાયો - સૌપ્રથમ ગોંડલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 જાન્યુઆરી 2021ના રોજ પહેલો ગુનો દાખલ કરાયો હતો, જેમાં 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. ગજેન્દ્ર સાંગાણીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ 2001માં 40 વીઘા જમીન વેચવા કાઢી હતી. 2004 સુધી આરોપીઓએ જમીનનાં નાણાં ન આપ્યા. આરોપીઓએ જમીન પડાવવા પ્રયાસ કર્યા. રમેશ, કમલેશ અને નરેશ સિંધવ નામના 3 ભાઇ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો હતો. ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રેક્ટર કર્મી ધીરુ ગમારા સામે પર ગુનો નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details