- રાજકોટમાં નોંધાઇ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ
- મકાન પચાવી પાડવા મુદ્દે દંપતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો
- 2014થી ભાડાનું મકાન પચાવી પાડવાની ફરિયાદ
રાજકોટઃ રાજકોટમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ હવે પોલીસ નવા અમલમાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી રહી છે. ત્યારે આજે વધુ એક ફરિયાદ યુનિવર્સિટી પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. આ ફરિયાદ દંપતી વિરુદ્ધ નોંધવામાં આવી છે. જેમાં શહેરના સાધુ વાસવાણી વિસ્તારમાં આવેલ એક મકાનને આ દંપતિને વર્ષ 2014માં ભાડે આપ્યા બાદ મકાન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને મકાન માલિકના સંબંધી દ્વારા આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જેને લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા આ દંપતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
દંપતિએ ભાડાના મકાન પર કર્યો હતો કબજો
રાજકોટમાં મકાન ધરાવતા અને હાલ લંડન રહેતા નયનાબેન વિનોદભાઇ શાહે શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી ગુલમહોર રેસિડેન્સીના બ્લોક નંબર A-17ના પોતાના મકાનને વર્ષ 2014માં મનીષભાઇ ગોહેલ અને તેની શિક્ષિકા પત્ની શોભનાબેન ગોહેલને ભાડે આપ્યું હતું. જેઓ ભાડે આપ્યું ત્યારે સમયસર ભાડું આપતાં હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મકાનનું ભાડું આપતા ન હતાં અને મકાન પર જબરજસ્તી કબજો કર્યો હતો. જેને લઈને નયનાબેનના સંબંધી દ્વારા આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી.
રાજકોટમાં મકાન પચાવી પાડવા મુદ્દે દંપતિ વિરુદ્ધ Land grabbing act હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ શહેરના સાધુ વાસવાણી વિસ્તારમાં ભાડે લીધેલા એક મકાનને (Rent Property) એક દંપતિ દ્વારા પચાવી પાડવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને મકાન માલિકના સંબંધી દ્વારા આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા આ દંપતિ વિરુદ્ધ (Land grabbing act) લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટઃ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
આરોપી દંપતિને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી
લેન્ડ ગ્રેબિંગ મામલે જિલ્લા કલેક્ટરમાં અરજી થયા બાદ યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગોહેલ દંપતિ આ મકાનમાં વર્ષ 2014થી રહેતું હતું. જ્યારે પોલીસ ફરિયાદમાં વર્ષ 2018થી મકાન માલિકને કોઈ જાતનું ભાડું આપવામાં આવ્યું નહીં હોવાનું અને મકાન પચાવી પાડવાનો આ દંપતિનો ઈરાદો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે પણ ગુનો નોંધી આ આરોપી દંપતિને ઝડપી પાડવા માટેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં 5 જેટલા લેન્ડ ગ્રેબિંગના કેસ
સામાન્ય રીતે લેન્ડ ગ્રેબિંગ એકટમાં જે તે અરજદારને જિલ્લા કલેક્ટરને અરજી કરવાની હોય છે. આ અરજી બાદ પોલીસ દ્વારા જે તે અરજદારની અરજી મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે છે. જેમાં આ કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં અંદાજીત 5 જેટલી ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. જ્યારે એક ફરિયાદમાં આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું છે. જ્યારે અન્ય ફરિયાદોમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા