ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીની ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર લલિત વસોયાની પ્રતિક્રિયા, કરી આ માંગ

કૃષિ કાયદાઓ (agricultural laws) પાછા લેવાની આખરે પીએમ મોદી (pm modi)એ જાહેરાત કરી છે. કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ સાથે ખેડૂતો (farmers) છેલ્લા 1 વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે. હવે કૃષિ કાયદાઓ પાછા ખેંચવા મામલે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાજકોટ (rajkot) જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (congress mla lalit vasoya)એ આને ખેડૂતોનો વિજય ગણાવ્યો છે.

PM મોદીની ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર લલિત વસોયાની પ્રતિક્રિયા
PM મોદીની ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર લલિત વસોયાની પ્રતિક્રિયા

By

Published : Nov 19, 2021, 6:23 PM IST

  • 700થી વધારે ખેડૂતો ખેડૂત આંદોલનમાં શહીદ થયા: લલિત વસોયા
  • ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારી નોકરી આપવાની કરી માંગ
  • ગુજરાતના ખેડૂત આગેવાનો પર થયેલા કેસ પરત ખેંચવા કહ્યું

રાજકોટ: આજે ગુરુ નાનક જયંતીના (GuruNanakJaynti) અવસર પર વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દ્વારા દેશને સંબોધન (address to the country) કરવામાં આવ્યું હતું, જેમાં 3 કૃષિ કાયદાઓ (3 agricultural laws) પરત ખેંચવાની તેમના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ (rajkot) જિલ્લામાંથી રાજકીય નેતાઓ (political leader)ની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી છે.

ખેડૂત આગેવાનો ઉપર થયેલા કેસ પણ પાછા ખેંચવામાંની માંગ

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા (dhoraji upleta)ના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (congress mla lalit vasoya) દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે ધોરાજીમાં ફટાકડા ફોડીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતબંધ (bharatbandh) દરમિયાન ગુજરાતમાં ખેડૂત આગેવાનો (farmers leader) ઉપર થયેલા કેસ પણ પાછા ખેંચવામાં આવે. તેમણે છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલન (farmers protest)માં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારી નોકરી અને આર્થિક વળતર ચૂકવવાની પણ માંગ કરી હતી.

PM મોદીની ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત પર લલિત વસોયાની પ્રતિક્રિયા

સરકારે રાજહઠ છોડી: લલિત વસોયા

ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે, એક વર્ષથી આ કાળા કાયદાઓના વિરોધમાં આંદોલન થઈ રહ્યા છે. આજે વડાપ્રધાન મોદીની 3 કૃષિ કાયદાઓ પરત ખેંચવાની ઘોષણા બાદ ધારાસભ્ય લલિત વસોયાએ ફટાકડા ફોડીને જણાવ્યું કે, આ ખડુતોનો વિજય થયો છે અને સરકારે રાજહઠ છોડી ઘૂંટણીએ પડી ત્રણેય કાયદાઓ પાછા ખેંચ્યા છે. તેમણે સરકારે ખેંચેલા કૃષિ કાયદાઓને કાળા કાયદાઓ તરીકે સંબોધ્યા હતા.

આ પણ વાંચો: કૃષિ કાયદાની જાહેરાત કરી તેમાં અમને શંકા, પી.એમએ સત્ર બોલાવીને જાહેરાત કરવી જોઈએ

આ પણ વાંચો: ગુજરાતી ગાયિકા ઉર્વશી રાદડિયા પર થયો પૈસાનો વરસાદ, ડાયરામાં લોકોએ મન મૂકીને ઉડાવ્યા પૈસા

ABOUT THE AUTHOR

...view details