- રાજકોટમાં બનશે દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલ
- ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાશે હોસ્પિટલ
- પ્રારંભિક તબક્કે કુલ 100 બેડની વ્યવસ્થા રાખવામાં આવશે
રાજકોટ: દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ થવાનું છે. જ્યારે આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે આધુનિક હશે. જેને રાજકોટ વહીવટી તંત્રની મદદ દ્વારા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા રાખવામાં આવશે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન સપ્લાય થઈ શકે તે તમામ પ્રકારની વ્યવસ્થા હશે. ત્યારે આ સંપૂર્ણ હોસ્પિટલ માત્ર સાત દિવસમાં જ ઉભી થઈ શકશે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આ અંગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
મૂવેબલ હોસ્પિટલ બનવાની છે કેવી હશે?
રાજકોટમાં મૂવેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, આ મૂવેબલ હોસ્પિટલને ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન, દિલ્હી અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાવવામાં આવશે. જેને અમે જગ્યા, પાણી અને ઇલેક્ટ્રીક્સ સપ્લાય આપશું. જ્યારે આખું હોસ્પિટલમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન તૈયાર કરશે. જેમાં 100 બેડની વ્યવસ્થા હશે. તેમજ આ હોસ્પિટલ સંપૂર્ણ એર કન્ડિશન અને ઓક્સિજન લાઇન પણ તેમાં ઇન્સ્ટોલ કરી શકાશે. આ પ્રકારની હોસ્પિટલ 7 દિવસમાં ઉભી થઇ શકશે. જ્યારે હાલ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આ હોસ્પિટલનું નિર્માણ થશે. જો આ હોસ્પિટલ સક્સેસ જશે તો તેને અન્ય જગ્યાએ પણ બનાવવામાં આવશે.