RMC અને પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ દેશમાંથી 16 જેટલા પતંગબાજો ભાગ લીધો હતો, તેમજ રાજ્યના કુલ 50 પતંગબાજોએ ભાગ લીધો હતો.
રાજકોટમાં પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું - kite festival in rajkot
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ખાતે પતંગ મહોત્સવ 2020 યોજાયો હતો. જેમાં 16 આંતરરાષ્ટ્રીય તેમજ 50 રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો છે.
રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું
બુધવાર સવારે 9 વાગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મનપાના પદાધિકારીઓ દ્વારા આ પતંગ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ રંગબેરંગી પતંગો જોવા મળી રહી. બીજી તરફ રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં પતંગ મહોત્સવ જોવા આવી પહોંચ્યા હતા.