- નરેશભાઇ પટેલની સોમનાથ મંદિરની આ ત્રીજી પદયાત્રા
- 9 તારીખે સવારે સોમનાથ મહાદેવ મંદીર ખાતે ધ્વજારોહણ કરશે
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ કાગવડ થી સોમનાથ સુધીની પદયાત્રા માટે નીકળ્યાં - President Nareshbhai Patel
ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ આજે સવારે કાગવડ ખોડલધામ મંદિર થી સોમનાથ સુધી પગપાળા જવા માટે નીકળ્યા અને સોમનાથ મહાદેવના મંદિર ખાતે પહોંચીને ધ્વજારોહણ કરશે.
રાજકોટ: 4 જાન્યુઆરી કાગવડ ખોડલધામ થી સોમનાથ સુધીની પદયાત્રા માટે નીકળ્યા છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ તેમના સુપુત્ર શિવરાજ અને ટ્રસ્ટીઓ આજે સવારે ખોડલધામ મંદિર ખાતેથી આજે સવારે કાગવડ ખોડલધામ ખાતે માં ખોડિયારના દર્શન કરીનેમાં ખોડલ અને હર હર મહાદેવના નાદ સાથે પગપાળા ચાલીને સોમનાથ જવા માટે નીકળ્યા છે.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ મહાદેવના ઉપાસક શિવભક્ત છે અને તેઓની આ ત્રીજી પદયાત્રા છે. જેતપુરમાં પોહચતા જેતપુર સાળંગના પુલ પાસે પટેલ સમાજ અને KDVS ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.