રાજકોટ: કર્ણાટક રાજ્યના કેબિનેટ પશુપાલન પ્રધાન પ્રભુ ચૌહાણ હાલ દેશના વિવિધ રાજ્યોના પ્રવાસે છે ત્યારે તેઓ આજે રાજકોટ (Karnataka Minister in Rajkot) ખાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ તેમજ જામનગર ખાતે તેમણે વિવિધ ગૌશાળાની મુલાકાત કરી હતી અને રાજકોટ ખાતે પત્રકાર પરિષદ (Prabhu chauhan press conference) યોજી હતી. જેમાં તેમણે પોતાના રાજ્યમાં મુખ્યતવે ગાય માટે કરેલા વિવિધ કામો અને વિવિધ પશુ પ્રાણીઓ માટે બનાવેલી યોજનાઓ અંગેની માહિતી આપી હતી. જ્યારે તેઓએ રાજકોટમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કર્ણાટકમાં ગુજરાત મોડલ અપનાવશું: કેબિનેટ પ્રધાન
કર્ણાટકના કેબિનેટ પ્રધાન પ્રભુ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કર્ણાટકમાં ગુજરાત મોડલ (Gujarat model in Karnataka) અપનાવશું. કર્ણાટકમાં પશુઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જ્યારે ખાનગી અને સરકારી ગૌશાળાઓ ઉભી કરી છે. આ સાથે ગૌહત્યા માટે કડક કાયદાનું પણ નિર્માણ કર્યું છે. હાલમાં અમે અમારા રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે દૂધ ઉત્પાદકોને એક લીટરે પ્રોત્સાહન રૂપે 5 રૂપિયા આપીએ છીએ. જ્યારે અમારા મોટભાગના દૂધ ઉત્પાદકો અમારી વિવિધ સ્થાનિક મંડળીઓ સાથે જોડાયેલા છે.