ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના જયેશ ઉપાધ્યાય બન્યા શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા હવે પ્લાઝમા થેરાપી માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય ગુરુવારે રાજકોટ શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા છે.

By

Published : Aug 6, 2020, 10:31 PM IST

રાજકોટના જયેશ ઉપાધ્યાય બન્યા શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર
રાજકોટના જયેશ ઉપાધ્યાય બન્યા શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર

રાજકોટ: રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય તાજેતરમાં કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. ત્યારે તેમણે શહેરના તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ થયા બાદ અપીલ કરી છે કે, તેઓ પણ તેમના પ્લાઝમા ડોનેટ કરે જેનાથી અન્ય દર્દીઓની પણ સારવાર થઈ શકે.

રાજકોટના જયેશ ઉપાધ્યાય બન્યા શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર

આમ રાજકોટમાં આગામી દિવસોમાં શરૂ થનાર પ્લાઝમા થેરાપી માટે પ્રથમ પ્લાઝમા ડોનર જયેશ ઉપાધ્યાય બન્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દર્દીઓ 28 દિવસ સુધીમાં પ્લાઝમા ડોનેટ કરી શકે છે. તેમજ તેમનું 450 ML પ્લાઝમા લેવામાં આવે છે જેનાથી બે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details