ગુજરાત

gujarat

By

Published : Nov 27, 2021, 3:02 PM IST

ETV Bharat / city

Botswana variant: કોરોનાના નવા વેરિયન્ટથી ભારતમાં પણ ફફડાટ, ઔધોગિક એકમો પર પડી શકે છે અસર

વિશ્વમાં અત્યારે કોરોના વાયરસના નવા વેરિયન્ટ બોત્સવાના વેરિયન્ટ (Botswana variant corona)ને ખોફ ઉભો કર્યો છે. બોત્સવાના વેરિયન્ટના કારણે બ્રિટને (botswana variant britain) 6 આફ્રિકન દેશો પર રોક લગાવી (sanctions on African countries) છે, તો ભારતે 11 જેટલા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું કડક સ્ક્રિનિંગ (screening of tourists in india) કરવાનો આદેશ આપ્યો છે. જો ભારતમાં બોત્સવાના વેરિયન્ટના કેસ (botswana variant cases in india) આવશે તો ઔદ્યોગિક એકમો પર મોટી અસર પડશે.

કોરોનાના નવા વેરિયન્ટથી ભારતમાં પણ ફફડાટ, ઔધોગિક એકમો પર પડી શકે અસર
કોરોનાના નવા વેરિયન્ટથી ભારતમાં પણ ફફડાટ, ઔધોગિક એકમો પર પડી શકે અસર

  • ભારતમાં બોત્સવાના વેરિયન્ટનો એકપણ કેસ નથી
  • બ્રિટને 6 આફ્રિકન દેશો પર લગાવી રોક
  • ભારતે 11 દેશોના પ્રવાસીઓનું કડક સ્ક્રિનિંગ કરવાનો આદેશ આપ્યો છે

રાજકોટઃ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા બોત્સવાના વેરિયન્ટ (Botswana variant corona)ને કારણે બ્રિટન દ્વારા 6 આફ્રિકન દેશો પર રોક (sanctions on African countries) લગાવવામાં આવી છે. જ્યારે આ નવા વેરિયન્ટનો હજુ એકપણ કેસ ભારતમાં (botswana variant cases in india) જોવા મળ્યો નથી, પરંતુ વિશ્વમાં તેના કેસ જોવા મળતા હવે ભારત પણ એલર્ટ થયું છે. વિશ્વના અલગ અલગ 11 જેટલા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું કડક સ્ક્રિનિંગ (screening of tourists in india) કરવાનો આદેશ આપ્યો છે. જો કે હજુ સુધી ભારતમાં આ નવા વેરિયન્ટનો એકપણ ઓન કેસ નોંધાયો નથી.

કોરોના હજુ ગયો નથી

આ નવા વેરિયન્ટના કેસ જો ભારતમાં આવવાના શરૂ થશે તો ચોક્કસ તેની અસર આર્થિક વ્યવહાર પર પણ પડી શકે છે. વિશ્વમાં હજુ પણ કોરોના વાયરસ સંપૂર્ણ પણે ગયો નથી. એવામાં તેના નવા નવા વેરિયન્ટ (coronavirus new variant botswana) પણ આવી રહ્યા છે, જે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યા છે. એવામાં અગાઉ ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો, જે પણ ખુબ જ ઘાતક સાબિત થયો છે.

ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે બોત્સવાના વેરિયન્ટ

હવે કેટલાક આફ્રિકન દેશોમાં બોત્સવાના વેરિયન્ટ (botswana variant in african countries)ના કેસ જોવા મળ્યા છે. નિષ્ણાંતો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ નવો બોત્સવાના વેરિયન્ટ, ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ જેટલો 100 દિવસમાં ફેલાતો હતો એટલા પ્રમાણમાં માત્ર 15 દિવસમાં જ બોત્સવાના વેરિયન્ટ ફેલાયો (botswana variant is more dangerous) છે. જ્યારે સૌ પ્રથમ આફ્રિકન દેશના બોત્સવાનામાં આ વેરિયન્ટ 11 નવેમ્બરે મળ્યો હતો.

જો ભારતમાં વધુ કેસ આવશે તો લોકડાઉન જરૂરી: વીપી વૈષ્ણવ

દેશમાં હાલમાં કોરોનાના કેસ કાબુમાં આવતા તમામ સેક્ટર રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે. તેમજ આર્થિક રીતે ફરી ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે વિશ્વમાં બોત્સવાના વેરિયન્ટ આવતા ફરી હાહાકાર મચ્યો છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે Etv Bharatને જણાવ્યું હતું કે, હજુ ભારતમાં આ નવા વેરિયન્ટના કેસ આવ્યા નથી. તેમજ જે વેપારીઓ વિદેશ પ્રવાસે જાય તે ખૂબ જ કાળજી રાખે તો આ વેરિયન્ટથી બચી શકાય છે. જો ભારતમાં બોત્સવાના વેરિયન્ટના કેસ વધશે તો તેની અસર ચોક્કસ ઔધોગિક એકમો પર પણ પડી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad Crime : લગ્ન પ્રસંગમાં ચોર લુટેરા સામે પોલીસ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને કરશે રક્ષણ

આ પણ વાંચો: Preamble of Indian Constitution: બંધારણના આમુખના શબ્દો સરળતાથી સમજાવવા લખાયું પુસ્તક, શુક્રવારે કર્યું વિમોચન

ABOUT THE AUTHOR

...view details