- રાજકોટમાં જસદણના કાળાસર ગામમાં તસ્કરો બન્યા બેફામ
- બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી કરી 92 હજારની ચોરી
- મકાનમાલિકને 15 દિવસ પછી જાણ થતા નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટના કાળાસર ગામમાં તસ્કરો બન્યા બેફામ, બંધ મકાનમાંથી કરી 92 હજારની ચોરી - ઘરેણા
રાજકોટના જસદણમાં આવેલા કાળાસર ગામમાં બંધ મકાનમાંથી તસ્કરોએ ઘરેણાની ચોરી કરી હતી. જોકે, મકાનમાલિક પોતાના પરિવાર સાથે 15 દિવસથી પોતાના ખેતરમાં રહેતો હોવાથી ચોરીની જાણ 15 દિવસ પછી થઈ હતી. ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી હતી. તસ્કરો ઘરમાંથી રોકડ રકમ અને સોનાના ઘરેણાં સહિત કુલ 92 હજાર રૂપિયાની ચોરી કરી ગયા છે.
રાજકોટઃ કાળાસર ગામમાં રહેતા મનસુખભાઈ છગનભાઈ છત્રોલા પટેલ (ઉ.વ.40)ના બંધ મકાનના કબાટની કોઈ અજાણ્યા તસ્કરો રોકડ અને ઘરેણાની ચોરી ગયા હતા. આ અંગેની ફરિયાદ થતા જસદણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મનસુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે છેલ્લા 15 દિવસથી પોતાની વાડીએ રહેતા હોવાથી ગામમાં અમારા એક રૂમમાં કબાટની તિજોરીમાં રાખેલા રૂ. રોકડ 58 હજાર તથા સોનાની બૂટી, ઓમકાર, સિંગલ બૂટી, એક સોનાનો પારા સહિત કુલ 92 હજારના મુદ્દામાલની ચોરી થઈ છે. જસદણ પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ કલમ 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.