ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે નવી જન્મેલી બાળકીઓને સોનાની ચૂક ભેટમાં આપી - રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટમાં કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ કોર્પોરેટર વિજય વાંકે આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં જન્મેલી બાળકીઓને સોનાની ચૂક અને રૂ. 100 રોકડા આપીને મહિલા દિવસ ઉજવ્યો હતો. વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર વિજય બાબુભાઈ વાંકે તમામ બાળકીને સોનાની ચૂક, રૂ. 100 રોકડા અને ગુલાબનું ફૂલ આપી વધાવી લીધી હતી. આવી રીતે સિવિલ હોસ્પિટલમાં 44થી વધુ બાળકીને આ વસ્તુઓ આપવામાં આવી હતી.

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે નવી જન્મેલી બાળકીઓને સોનાની ચૂક ભેટમાં આપી
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે નવી જન્મેલી બાળકીઓને સોનાની ચૂક ભેટમાં આપી

By

Published : Mar 8, 2021, 3:24 PM IST

  • રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે મહિલા દિવસની અનોખી ઉજવણી કરી
  • વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકે આજે જન્મેલી બાળકીઓને ભેટ આપી
  • તમામ બાળકીઓને સોનાની ચૂક, રૂ. 100 રોકડા અને ગુલાબનું ફૂલ અપાયું

આ પણ વાંચોઃફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

રાજકોટઃ રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે અનોખી રીતે મહિલા દિવસ ઊજવીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. કારણ કે, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકે આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં જન્મેલી બાળકીઓને વિશેષ ભેટ આપી હતી. આ કોર્પોરેટરે દરેક બાળકીને સોનાની ચૂંક, રૂ. 100 રોકડા અને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરી હતી. આવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં 44થી વધુ બાળકીઓને વધાવી લેવામાં આવી હતી.

જકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે મહિલા દિવસની અનોખી ઉજવણી કરી

આ પણ વાંચોઃજામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણ


આજ રોજ દીકરીનો જન્મ થયો હોય એ દીકરીને પણ વધાવવામાં આવી હતી

પૂર્વ કોર્પોરેટર વિજય વાંક અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. સમૂહલગ્ન કરીને 600થી પણ વધુ દિકરીઓને તેમણે વળાવી હતી. કોઈ પણ નાતજાત, જ્ઞાતિના ભેદભાવ વગર બધી દીકરીઓને વધાવી હતી ત્યારે મહિલા દિવસ ની અનોખી ઉજવણી કરી હતી અને સમાજને નવી રાહ ચીંધી હતી.

ABOUT THE AUTHOR

...view details