રાજટોર શહેરમાં સ્મેશ ગૃપના હરસુખભાઈ રાજપરા અને તેમના સભ્યોએ ન્યારી ડેમની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને અને તેમના ગૃપના સભ્યોએ સફાઈ કરવાનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીની મુલાકાત કરી ન્યારી ડેમ સાઈટ સફાઈ અભિયાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા તરફથી આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવા મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા જણાવાયું હતું.
રાજકોટમાં હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન, ન્યારી ડેમ પર કરાઇ પહેલ... - People
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ દ્વારા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો પર કચરો ફેંકવા તેમજ પ્રદૂષિત કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ત્યારે શહેરના જળાશય જેવા કે, ન્યારી ડેમ સાઈટ પર કચરો ફેંકવા તેમજ પ્રદૂષિત કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં આવતા મુલાકાતીઓ, પ્રવાસીઓ, સહેલાણીઓ દ્વારા કચરો ફેંકવામા આવતો હોય છે. જેને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સ્મેશ (SMASH) બેડમિન્ટન ગૃપના સંયુક્ત પ્રયાસથી ન્યારી ડેમ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારે ન્યારી ડેમ સાઈટ સ્વચ્છતા અભિયાનમાં સ્મેશ બેડમિન્ટન ગૃપ તેમજ અન્ય સભ્યો ભેગા મળીને અંદાજીત કુલ 70 જેટલા લોકો રવિવારની જાહેર રજામાં સ્વેચ્છાએ હાજર રહી ન્યારી ડેમ સાઈટ પર પ્લાસ્ટિક કચરો અને ખંડિત મૂર્તિઓ અને કચરો એકત્રિત્ર કર્યો હતો.
આ અભિયાનમાં યુવા ભાઈ-બહેનો પણ જોડાયા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની અને સ્મેશ ગ્રુપના હરસુખભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અભિયાનને ફેસબુક જેવા સોશિયલ મીડિયા અને FM રેડિયો વગેરેના માધ્યમથી દર રવિવારે અલગ-અલગ નક્કી કરેલ સ્થળો પર યોજવમાં આવશે. તેમજ રાજકોટ શહેરના નાગરિકો પણ જોડાઈ તેવી અપીલ કરવામાં આવશે.