ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક 4 ફૂટ દૂર ફંગોળાયો

રાજકોટ શહેરમાં વાહનચાલકો બેકાબુ બન્યાની વઘુ એક ઘટના સામે આવી છે. કાલાવડ રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટ લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.

રાજકોટ શહેર
રાજકોટ શહેર

By

Published : Dec 23, 2020, 7:38 AM IST

રાજકોટમાં કાર ચાલકે બાઇકને લીધું અડફેટે

બાઈક ચાલક 4 ફૂટ જેટલો દૂર ફંગોળાયો

સમગ્ર ઘટાના સીસીટીવીમાં કેદ

રાજકોટઃ શહેરમાં વાહનચાલકો બેકાબૂ બન્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું. જે ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઇકને કાર દ્વારા કેવી રીતે અડફેટે લેવામાં આવી હતી.

રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક 4 ફૂટ દૂર ફંગોળાયો
શહેરના કલાવડ રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ નજીક વહેલી સવારે બનેલી ઘટનામાં એક તરફથી કાર પુરઝડપે આવી રહી હતી. બીજી તરફ રસ્તા પરથી બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો. જેને કારે અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈક સવાર રસ્તા પરથી ફંગોળાઈને 4 ફૂટ સુધી દૂર ફંગોળાયો હતો. જેમાં બાઈક સવારે ઇજાઓ પણ થઈ હતી.સમગ્ર ઘટનાનો CCTV વિડીયો આવ્યા સામેકાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં કાર ચાલક કેવી રીતે બાઇકને અડફેટે લઈ રહ્યો છે. તે દેખાઈ રહ્યું છે. જો કે અકસ્માત બાદ બાઈક ચાલકને સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details