- રાજકોટ જિલ્લામાં 16 એપ્રિલ સુધી 61 ગામમાં 100 ટકા વેક્સિનેશન
- 45 વર્ષથી વધુ ઉંમરના 1,91,088 લોકોએ કોરોનાની વેક્સિન લીધી
- 45થી 60 વર્ષ સુધીના 93,016 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
રાજકોટઃ જિલ્લામાં 16 એપ્રિલ સુધી 61 ગામોમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થઈ ચૂક્યું છે. કોરોના સંક્રમણથી બચવા વેક્સિનેશન જ શ્રેષ્ઠ ઉપાય છે. આરોગ્ય તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જાહેર જનતાને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી
રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાના 22 ગામ, પડધરી તાલુકાના 16 ગામ, કોટડાસાંગાણી અને જામકંડોરણા તાલુકાના 6 ગામ, રાજકોટ તાલુકાના 4 ગામ, ગોંડલ તાલુકાના 3 ગામ, ઉપલેટા તાલુકાના 2 ગામ તથા ધોરાજી અને જેતપુર તાલુકાના 1 ગામનો સમાવેશ થાય છે. જિલ્લામાં 45થી 60 વર્ષ સુધીના 93,016 લોકોએ પ્રથમ ડોઝ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 98,072 લોકોએ પ્રથમ ડોઝ એમ કુલ 1,91,088 લોકોએ કોરોના રસી લીધી છે. આવા જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી જ છે. આ ઉપારાંત પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે.