ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ઝૂમાં સિંહણને સ્‍નેક બાઇટ બાદ તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો - પ્રદ્યુમન પાર્ક ઝૂ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે ગઈકાલે સિંહણને ઝેરીસર્પે ડંખ માર્યો હતો. જોકે, તાત્કાલિક સારવાર મળતા સિંહણની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

Rajkot
Rajkot

By

Published : May 11, 2021, 4:46 PM IST

  • તાત્કાલિક સારવાર મળતા સિંહણની તબિયતમાં સુધારો
  • એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવ્યા
  • સતત રાઉન્‍ડ કલોક સઘન સારવાર ચાલુ રાખવામાં આવી

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે ગઈકાલે સોમવારના રોજ સવારે 8 કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી સુતેલી હાલતમાં જોવા મળી હતી. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો હતો અને સિંહણ સુતેલી અવસ્‍થામાં હતી. પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્‍કાલિક સારવાર હેઠળ રાખવામાં આવી હતી.

તાત્કાલિક સારવાર મળતા સિંહણની તબિયતમાં સુધારો

સારવાર બાદ સિંહણની તબિયતમાં સુધારો

સારવાર માટે વેટરનરી ઓફીસર ડૉ. ઉપેન્દ્ર પટેલ, ડૉ. જાકાસણીયા તથા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. હિરપરાની ટીમ દ્વારા સતત રાઉન્‍ડ કલોક સઘન સારવાર ચાલુ રાખવામાં આવી હતી. જ્યારે એન્ટી સ્નેક વેનમ અને લાઇફ સેવીંગ ટ્રીટમેન્ટ શરૂ રખાતા 6 કલાકની સારવાર બાદ સિંહ માદાની તબિયતમાં આંશીક સુધારો જણાયો હતો. સિંહણની સતત અને સઘન સારવારના અંતે મોડી રાત્રી દરમિયાન સિંહણની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે સિંહણ સારવારના પાંજરામાં નોર્મલ અવસ્થામાં હરતી-ફરતી થઇ છે. હજુ પણ આ સિંહણને સતત અવલોકન હેઠળ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details