- ભાજપના મહિલા સભ્ય સવિતાબેન ગોહેલના પતિનું કોરોનાને લીધે થયું મોત
- સારવાર મળે તે પહેલા જ કોરોના દર્દીનું મૃત્યુ
- ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટેનો આગ્રહ રાખ્યો હતો
રાજકોટ:રાજકોટમાં કોરોનાના કારણે દરરોજ 60થી વધુ દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. એવામાં રાજકોટ જિલ્લા પંચાયતની બેડલા બેઠકના ભાજપના મહિલા સભ્ય સવિતાબેન ગોહેલના પતિ અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઇ ગોહેલનું કોરોનાની સારવાર માટે બેડ નહિ મળતાં અવસાન થયું છે.
આ પણ વાંચો: રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમિયાન મોત
બેડ ન મળવાના કારણે થયું મોત
ભરતભાઇ ગોહેલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુવાડવા અને આરોગ્ય કેન્દ્રમાંથી સારવાર કરાવી હતી. જોકે તેમની તબિયત વધુ ગંભીર બનતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ હતા, પરંતુ હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો:મોરબી શહેરમાં વધતો જતો કોરોનાનો કેર
સારવાર મળે તે પહેલાં જ થયું મૃત્યુ
ભરતભાઈ ગોહેલને કોવિડની સારવાર માટે ત્રમ્બા ખાતેના કોરોના કેર સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું રસ્તામાં જ મોત થયું હતું. ભરતભાઈએ છેલ્લા સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટેનો આગ્રહ રાખ્યો હતો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર દ્વારા પણ ભરતભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની કાર્યવાહી કરી હતી, પરંતુ છેલ્લે સુધી ભરતભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.