19 દિવસની માસુમ પુત્રીને દાદીએ ઝેર પીવડાવી દેતા અરેરાટી - police
રાજકોટઃ જિલ્લાના ગોંડલના મોવિયા રોડ ઉપર 19 દિવસની માસુમ બાળાનું શંકાસ્પદ મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી બાળાના દાદીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પોટ ફોટો
ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે લોકો માસૂમ બાળા અને કુમારિકાઓમાં માઁ આદ્યશક્તિના દર્શન કરતા હોય છે, ત્યારે ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની 19 દિવસની માસુમ પુત્રી કિંજલને તેના જ દાદીમાં શાંતાબેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી 60 વર્ષીય શાંતાબેનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.