ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં આજે Gold Price 47300, Silver 70,000 રુપિયા

સોનાચાંદીની વાત કરવામાં આવે તો સોનાચાંદી બજારમાં પણ ભાવમાં દરરોજ અપડાઉન જોવા મળતું હોય છે. આ ભાવ વૈશ્વિક બજારના આધારે જ થતાં હોય છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની સોની બજારમાં આજે સોનાનો ભાવ ( Gold Price ) 10 ગ્રામના 47300 રૂપિયા નોંધાયો હતો. જ્યારે ચાંદીના એક કિલોના 70,000 રૂપિયાની આસપાસ જોવા મળ્યા હતા.

રાજકોટમાં આજે Gold Price 47300, Silver 70,000 રુપિયા
રાજકોટમાં આજે Gold Price 47300, Silver 70,000 રુપિયા

By

Published : Jul 16, 2021, 12:43 PM IST

  • સોનાચાંદીના ભાવમાં તેજીનો ચમકારો
  • આજે Gold Price 47300, ચાંદી 70,000 પહોંચ્યો
  • કોરોના કાળમાં લગ્ન સરેરાશ ઘટ્યાં

    રાજકોટઃ દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુથી કોરોનાની મહામારી છે. એવામાં ત્રણ મહિના કરતા વધુ તો દેશમાં લોકડાઉન રહ્યું હતું. જ્યારે લગ્નમાં પણ મર્યાદિત લોકોની સંખ્યા જોવા મળતી હતી.તો ( Gold Price ) સોનાચાંદી જેવી કીમતી ધાતુના ભાવમાં પણ ખૂબ ભાવવધારો જોવા મળ્યો છે. રાજકોટ સોનાચાંદી બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 47300 રૂપિયા પહોંચી ગયો હતો.

લગ્નપ્રસંગો સાદાઈથી કરવાનું વલણ

મોટાભાગના લોકોએ કોરોના ગયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જેને લઇને દર વર્ષે યોજાતા હતા લગ્ન થતાં હતાં તેના સરેરાશ પ્રમાણમાં લગ્ન ઓછા નોંધાઈ રહ્યા છે. તેને લઈને લોકો પણ સોનાચાંદી ( Gold Price ) એટલે કે લગ્નમાં ઉપયોગમાં લેવાતા ઘરેણાં પણ જોઈએ એટલા પ્રમાણમાં ખરીદી નથી કરી રહ્યાં. જેની અસર પણ દરરોજ ગોલ્ડ માર્કેટમાં જોવા મળતી હોય છે.

કોરોનાનો ફટકો

લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીને લઇને આર્થિક ગતિવિધિઓને ભારે ગંભીર અસર પહોંચી છે તેમ જ બીજીતરફ અસહ્ય મોંઘવારીને લઇને લોકોની આવકનો પનો દૈનિક ખર્ચા કાઢવામાં પણ ટૂંકો પડી રહ્યો છે ત્યાં લગ્નપ્રસંગોમાં ખર્ચા ઘટાડવા માટે કમને પણ સોનાચાંદીની ખરીદીમાં લોકોએ હાથ ટૂંકો કરવો પડી રહ્યો છે. આ બધાં પાસાંની અસરથી સોનાચાંદી માર્કેટમાં ( Gold Price ) સુસ્તી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Gold Rate : સસ્તું સોનું ખરીદવાની તક, આજથી 16 જુલાઈ સુધી- તો રાહ કોની જૂઓ છો

આ પણ વાંચોઃ એક્સપોર્ટ ગોલ્ડ સપ્લાય ફરીથી કાર્યરત, કોરોનાના કારણે સપ્લાય ખોરંભે ચડી

ABOUT THE AUTHOR

...view details