ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીના આગમન પહેલા વિસ્ફોટક પદાર્થોની થઇ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી - Rajkot Police

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પ્રવાસે (PM Modi Rajkot Visit) આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન પહેલાં જ રાજકોટમાંથી વિસ્ફોટક વસ્તુઓની (Gelatin Sticks) ચોરી થતાં પોલીસ (Rajkot Police) દોડતી થઈ છે. જિલ્લાભરની પોલીસ આ અંગેની તપાસમાં લાગી ગઈ છે.

PM મોદીના આગમન પહેલા જિલેટિન સ્ટિકની ચોરી થતાં પોલીસ થઈ દોડતી, શરૂ કરી તપાસ
PM મોદીના આગમન પહેલા જિલેટિન સ્ટિકની ચોરી થતાં પોલીસ થઈ દોડતી, શરૂ કરી તપાસ

By

Published : Oct 10, 2022, 8:38 AM IST

Updated : Oct 10, 2022, 8:45 AM IST

રાજકોટવડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પ્રવાસે (PM Modi Rajkot Visit) આવશે. જોકે, તે પહેલાં જ અહીંથી વિસ્ફોટક વસ્તુ જિલેટિન સ્ટિક્સ (Gelatin Sticks) પકડાતા પોલીસ (Rajkot Police) દોડતી થઈ છે. શહેરમાંથી મોટી માત્રામાં જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. 6 ઓક્ટોબરે રાત્રિ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં (aji dam police station) લાપાસરી ગામમાં (Lapasari Village Rajkot) રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી (Gelatin Sticks) થયા અંગે ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર પોલીસ તપાસમાં જોતરાઈજોકે, 2 દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના (Rajkot Police) ઉચ્ચ અધિકારીઓ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેરભરની પોલીસ લાગી ગઈ છે. તેમ જ શહેરભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.

સમગ્ર પોલીસ તપાસમાં જોતરાઈ

આટલી ચોરી થઈ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં (aji dam police station) આવેલા લાપાસરી ગામમાં (Lapasari Village Rajkot) રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક (Gelatin Sticks), બ્લાસ્ટિંગ કેપ તેમ જ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી હતી, જેમાં રાજહંસ કંપનીના માલિક એભલભાઈ જલુએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 6 ઓક્ટોબરે રાત્રિના સમયે તેમની કંપનીના રૂમમાંથી તાળું તોડી કોઈ અજાણ્યો શખ્સ એક્સ્પોઝિવ (ટોટા)ની 7 પેટી કુલ (1400થી વધુ સ્ટિક) કિંમત રૂપિયા 21,000 તથા બ્લાસ્ટિંગ કેપ 250 નંગ અને બ્લાસ્ટિંગ માટેના 1,500 મીટર વાયર મળી કુલ 40,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે.

કેન્દ્રિય એજન્સીઓ તપાસમાં લાગી આ સમગ્ર બાબતે પોલીસે IPCની લમ 454, 457, 380 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વડાપ્રધાનના (PM Modi Rajkot Visit) આગમન પૂર્વે જિલેટિન સ્ટિકની (Gelatin Sticks) ચોરી થતાં પોલીસ (Rajkot Police) ધંધે લાગી છે. સાથે જ આરોપીની શોધખોળ કરી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે કેન્દ્રિય એજન્સીઓ, એટીએસ સહિતની ટીમો રાજકોટમાં અગાઉથી જ હોવાથી તપાસમાં તે પણ જોડાઈ હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તમામ પોલીસ તપાસમાં જોડાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે આપી માહિતી આ અંગે ઝોન 1ના ACP બી. વી. જાદવે જણાવ્યું હતું કે, ચોરીની (Gelatin Sticks) આ ઘટનાને લઈને શહેરની તેમ જ અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમ જ પૂછતા સહિતની તમામ કામગીરીઓ અલગ અલગ ધીમો કરી રહી છે. આ સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Oct 10, 2022, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details