ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલા 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાતા ગરબાનું આયોજન હવે નહીં થાય - પર્ણકુટીર અને ચંદ્રપાર્ક સોસાયટીમાં કોરોનાના કેસ નોંધાયા

આવતીકાલ (ગુરુવાર)થી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. તે પહેલા રાજકોટમાં 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે આ બંને વિસ્તારમાં જાહેર પ્રવૃત્તિ થઈ શકશે નહીં. એટલે હવે આગામી દિવસોમાં આ બંને સોસાયટીઓમાં ગરબાનું આયોજન પણ નહીં થઈ શકે અને જો મંજૂરી હશે તો તે પણ રદ કરવામાં આવશે.

રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલા 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાતા ગરબાનું આયોજન હવે નહીં થાય
રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલા 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાતા ગરબાનું આયોજન હવે નહીં થાય

By

Published : Oct 6, 2021, 9:15 AM IST

  • રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલાં કોરોનાના 2 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાતા ગરબા નહીં યોજાય
  • બંને સોસાયટીઓમાં ગરબાનું આયોજન નહીં થઈ શકે

રાજકોટઃ નવરાત્રિના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં રાજકોટમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હાલ રાજ્યમાં કોરોના કેસ કાબૂમાં આવી રહ્યા છે. તેમ જ રાજકોટ શહેરમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. તેવામાં આ વખતે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન શેરી ગરબાની છૂટ આપવામાં આવી છે. ત્યારે ગરબા યોજાય તે પહેલાં જ રાજકોટના બે અલગ અલગ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બે કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

આ પણ વાંચો-રાજકોટમાં આ વિસ્તારોમાં ગરબા નહિ યોજી શકાય, મનપા કમિશ્નરે આપ્યો આદેશ

શહેરમાં 2 કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા

નવરાત્રિ માટે હવે ગણતરીના કલાકો બાકી છે. તેવામાં રાજકોટમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં શહેરના પર્ણકુટીર અને ચંદ્રપાર્ક સોસાયટીમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે, જેને લઈને વિસ્તારમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક જ દર્દી સારવાર લઈ રહ્યો હતો. ત્યારે આજે 2 પોઝિટિવ કેસ મળતા આરોગ્ય તંત્ર ફરી એલર્ટ થયું છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા પોઝિટિવ કેસ મામલે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો-કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ

બંને સોસાયટીમાં હવે ગરબા નહીં યોજાય

નવરાત્રિ દરમિયાન આ વર્ષે કોરોના કાબૂમાં આવતા રાજ્ય સરકારે શેરી ગરબાને યોજવાની છૂટ આપી છે. તેવામાં રાજકોટની 2 સોસાયટીમાં કોરોનાના પોઝિટિવ કેસ (Corona Cases) સામે આવતા સરકારની ગાઇડલાઈન (Corona Guidelines) મુજબ હવે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જાહેર પ્રવૃત્તિ થઈ શકશે નહીં, જેને લઈને હવે આગામી દિવસોમાં આ બંને સોસાયટીમાં ગરબાનું આયોજન થઈ શકશે નહીં. તેમ જ જો આ વિસ્તારમાં મંજૂરી હશે તો પણ તે રદ થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના દરરોજ 1,500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details