ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો - ક્રાઈમ બ્રન્ય

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે રહેણાંક વિસ્તારમાંથી જુગાર ધામ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના 16 જેટલા ટીન મળી આવતા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો. મકાનમાંથી 5 જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000, મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

5 શખ્સો જુગાર રમતા ઝડપાયા
5 શખ્સો જુગાર રમતા ઝડપાયા

By

Published : Mar 22, 2021, 8:17 PM IST

  • ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
  • રહેણાંક મકાનમાંથી જુગાર ધામ ઝડપાયું
  • પોલીસે ગુનો દાખલ કર્યો
  • બીયરના 16 ટીન મળી આવ્યા
  • આરોપી 2016માં જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે

રાજકોટઃ જિલ્લાની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક જગ્યાએ રહેણાંક મકાનમાં ચાલતું જુગાર ધામ ઝડપી પાડ્યું છે. રહેણાંક મકાનમાંથી બીયરના ટીન મળી આવતા ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જુગાર ધામ નિલેશ ઠાસરા રમાડતા હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના 16 જેટલા ટીન મળી આવતા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃનવસારીમાં એલસીબી પોલીસે 4 જુગારીને જુગાર રમતા ઝડપી પાડ્યા

5 શખ્સો જુગાર રમતા ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, દરોડો પાડતા નિલેશ ઠાસરાના મકાનમાંથી 5 જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000, મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના 16 જેટલા ટીન મળી આવતા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી નીલેશ ઠાસરાની ગુનાહિત ઈતીહાસની વાત કરીએ તો વર્ષ 2016માં જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ પણ વાંચોઃકામરેજના ફાર્મ હાઉસમાં 4 મહિલાઓ સહિત 7 જુગારીઓ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details