- રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાંથી જુગારધામ ઝડપાયું
- મેનેજરે રૂમની કરી આપી હતી વ્યવસ્થા
- નામાંકિત હોટેલમાં જુગારધામ ઝડપાવાની ઘટના સામે આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો
રાજકોટઃ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પિરિયલ હોટેલ (Imperial Hotel) માંથી જુગારધામ (Gambling den) ઝડપાતા ફરી ચર્ચામાં આવી છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઇમ્પિરિયલ હોટેલના છઠ્ઠા માળે આવેલ રૂમમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન 10 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ક્રાઇમબ્રાન્ચે દરોડા દરમિયાન રોકડ રૂપિયા 10 લાખ સહિત મોબાઈલ કાર સાથે રૂપિયા 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ ઇમ્પિરિયલ હોટેલમાં રૂમની વ્યવસ્થા મેનેજર દ્વારા પણ કરાવી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટની નામાંકિત હોટેલમાં જુગારધામ ઝડપાવાની ઘટના સામે આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જુગારધામ નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા નામના શખ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતુ કે, ઇમ્પિરિયલ હોટેલ (Imperial Hotel) માં જુગારધામ (Gambling den) નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા નામના શખ્સ દ્વારા ચલાવામાં આવતું હતું. જેના પરિચયમાં ઇમ્પિરિયલ હોટેલના મેનેજર જોન કુરિયા કોશ આવ્યો હતો અને ત્યારબાદ આ મેનેજર દ્વારા જ હોટેલમાં રૂમની વ્યવસ્થા કરી અપવવામાં આવી હતી. હોટેલની રીસેપ્શનિસ્ટ પ્રીતિ રામગુલાબ પટેલ દ્વારા કોઈ અન્યના આધારકાર્ડ પર હોટલનો રૂમ આપવામાં આવ્યો હતો. જ્યાં આ રૂમ સોહિલ જયેશ કોઠીયા નામે બુક કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ મહોત્સવ : સરકારે ઉદ્યોગોને 120 દિવસની અંદર જમીન આપવાનો હુકમ કર્યો