રાજકોટ: લોકડાઉન બાદ રાજકોટના મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શાસક પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને કોરોનાની કામગીરી અંગે ચર્ચા કરવાનું આમંત્રણ આપતા કોંગી કોર્પોરેટરોએ પણ આ મામલે અનુમતિ આપી હતી. કોરોના અંગેની કામગીરીની રાજકોટ મનપા કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી હતી.
રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વાર જનરલ બોર્ડ એડિટોરિયમમાં મળી, કોરોના મુદ્દે તડાફડી - latestgujaratinews
રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. કોર્પોરેશનના 47 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મનપાની જનરલ બોર્ડ રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી એડિટોરિયમમાં મળી હતી.
etv bharat
ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કોરોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રૈયારોડ ખાતે મળેલી જનરલ બોર્ડમાં કોર્પોરેટરો અને કર્મચારીઓને પ્રથમ સ્કેનિંગ કરી, સેનિટાઇઝ તેમજ માક્સ પહેર્યા બાદ જ હોલમાં એન્ટ્રી આપવામાં આવી હતી. જ્યારે બોર્ડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ્ટ જળવાઈ તે રીતે કોર્પોરેટરો બેઠા હતા.