ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ચેકડેમો તૂટી જતાં પાક ધોવાયો, ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ - CM Vijay Rupani

છેલ્લા 15 દિવસથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાણી હતી, તેના પર પાણી ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસ મૂશળધાર વરસાદ વરસતાં થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતાં વીરપુરના ખેડૂતોનો મગફળીના પાક જમીનમાંથી જ બહાર નીકળી ગયો હતો. આમ, પાક ધોવાઈ જતાં ખેડૂતોને પડ્યા પર પાટુ સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટના થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતાં પાક ધોવાયો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ
રાજકોટના થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતાં પાક ધોવાયો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ

By

Published : Aug 26, 2020, 2:36 PM IST

રાજકોટઃ ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોએ જુદા-જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કરેલ અને શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયાં અને સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી, પરંતુ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લાં બે દિવસથી મૂશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર સાવ બદલી નાખ્યું છે. જેમાં જેતપુરના થોરાળા ગામ પાસે આવેલ તળાવના હેઠાણવાળા વિસ્તારમાં વીરપુરના ખેડૂતોની ખેતીની જમીનો આવેલા છે.

રાજકોટના થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતાં પાક ધોવાયો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ

ભારે વરસાદને પગલે થોરાળા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ નાના તળાવો પણ ઘણાં તૂટી જતાં ખેતરોમાં ઘોડાપૂર આવ્યાં હતાં. આ પૂરમાં ખેતરોમાં ઉભા પાક સાથે ખેડૂતોની આશાનું પણ ધોવાણ થઈ ગયું હતું. સંપૂર્ણ પાક ધોવાણ થઈ જતાં આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ કરી હતી.

રાજકોટના થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતાં પાક ધોવાયો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માગ

ABOUT THE AUTHOR

...view details