- રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂક
- ચેરમેન તરીકે ભાનુબેન તળપદા બિનહરીફ ચૂંટાઈ આવ્યા
- ચેરમેનની ઓફિસે સમર્થકો શુભેચ્છા આપવા એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન તરીકે ભાનુબેન તળપદા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના નવા નિમણૂક થયેલા કારોબારી સમિતિના ચેરમેનની ઓફિસે સમર્થકો શુભેચ્છા આપવા એકઠા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની મહામારી દરમિયાન કોરોનાના નિયમનું જિલ્લા પંચાયતની ઓફિસમાં જ ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ વર્તમાન બોડીની મુદ્દત 22 ડિસેમ્બરે થશે પૂર્ણ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લાંચ પ્રકરણ કેસ મામલે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન કે.પી. પાદરીયાને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ કારોબારી ચેરમેન પદ ખાલી હતું. જેને લઇને રાજકોટ જિલ્લાના પડધરીના મોવૈયા ગામની બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા આવેલા ભાનુબેન ધીરુભાઈ તળપદાની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. વર્તમાન બોડીની મુદત આગામી 22 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે ત્યારે નવા ચેરમેનનો કાર્યકાળ 18 દિવસનો રહેશે.
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ કારોબારી ચેરમેનની ઓફિસમાં ભીડ એકઠી થઈજિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ચેરમેનની નિમણૂક થતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ઓફિસે દોડી આવ્યા હતા. તેમજ એકબીજાના મોં મીઠા કરાવીને ચેરમેનને શુભેચ્છાઓ આપી હતી. જે દરમિયાન ઓફીસમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. આ સાથે નવા નિમણૂક થયેલા કારોબારી ચેરમેન ભાનુબેન પણ આ કાર્યક્રમ દરમિયાન માસ્ક મોં પર રાખેલા દેખાયા હતા. આમ રાજકોટ જિલ્લા પંચાયતની ઓફિસમાં જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા ચર્ચાનો વિષય બન્યું છે.